સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ બે લાખનો મુદ્દા માલ ચોરી કરી ચોરો પલાયન
Advertisement
જિલ્લામાં સમગ્ર જગ્યાએ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ગઈ રાત્રે ચોરોએ બે બંધ મકાનોને નિશાનો બનાવી ચોરીને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે જાણવા મળ્યું હતું કે ખેડબ્રહ્મા શહેરમાં આવેલ શ્યામનગર સોસાયટીના દરજીવાસમાં ગઈકાલે ચોરોએ ચાલુ વરસાદનો મોકો ઉઠાવી બે બંધ મકાનોને નિશાનો બનાવ્યો હતો ત્યારે ચોરોએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં ગુસ્સા હતા. ઘરમાં ઘૂસીને તિજોરી કબાટના નકુચા તેમજન તાળા તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરીહતી અને ઘરમાં રહેલ ઘરવખરીનો સામાન ,બારી બારણા સહિતની ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડ્ હતુ. મકાનના માલિકોને ચોરી અંગેની જાણ થતા તેમણે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરી હતી ત્યારે ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ કરી અને ચોરને પકડી પાડવાની તજવી હાથ ધરી.