28 C
Ahmedabad
Saturday, September 23, 2023

અરવલ્લી : ભિલોડા અને શામળાજી સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મેધમહેર


હાથમતી નદી,બુઠેલી નદી,ઈન્દ્રાસી નદી સહિત વાંધા – કોતરોમાં વરસાદી પાણી વહેતું થયું

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં સાર્વત્રિક મેધમહેર દરમિયાન ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.છેલ્લા 24 કલાક દરમિયાન આશરે ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.ચોમાસાની સિઝન દરમિયાન ઉપર વાસમાં ભારે વરસાદ વરસતા આ વર્ષે સૌ-પ્રથમવાર બુઠેલી નદીમાં નવા નીર આવ્યા હતા.

Advertisement

ધોલવાણી પાસે બુઠેલી નદી બે કાંઠે વહેતી થઈ હતી.એકંદરે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી.અણીના સમયે મેઘરાજાએ મેધમહેર કરતા રઝાતા ખેતીના વિવિધ પાકોને જીવતદાન મળ્યું છે.ખેડૂતોએ હાલના તબબકે હાશકારો અનુભવ્યો છે.ભિલોડાના મેઈન બજાર વિસ્તારમાં આવેલ ખાડીયા ચોક,ગણપતી મંદિર પાસે વરસાદી પાણી ભરાતા વેપારીઓ સહિત ભાવિક ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Advertisement

ભિલોડાના આનંદનગર, ત્રિભોવનનગર, ગોવિંદનગર વિસ્તાર,સહકારી જીન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શામળાજી પાસે આવેલ રાયપુર ગામ પાસે ગત રાત્રે ધોધમાર વરસાદ વચ્ચે અંધારામાં જીતુભાઈ ગડસા પિતા અને પુત્રી વાંધામાં વહેતા પાણીમાં મોપેડ સાથે ખેંચાતા બચાવી લેવાયા હતા.

Advertisement

શામળાજી,રતનપુર,વેણપુર,રંગપુર,કુંડોલ,કારછા,જાબચિતરીયા,મોટા કંથારીયા,લુસડીયા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
શામળાજી-રતનપુર નેશનલ હાઈ-વે નંબર ~ 8 પર વરસાદી પાણી ધુંટણસમું ભરાતા ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ દરમિયાન રાત્રે વીજ પુરવઠો ખોરવાતા અબાલ,વૃધ્ધ સહિત પ્રજાજનો ત્રાહિમામ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!