શ્રીલંકાની સેનાએ કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના વિરોધીઓ સામે બળનો ઉપયોગ કરવાના નિર્દેશોને ફગાવી દીધા છે. શરૂઆતથી જ સેનાએ હંમેશા જનતાની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. સેના દ્વારા કોઈપણ પ્રકારના બળનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આર્મીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હા,ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે, પરંતુ બાદમાં સેના જાહેરમાં પાણી આપતી અને લોકોને મદદ કરતી જોવા મળી હતી.ત્યાં લોકો સેનાને ગળે લગાવતા અને રડતા પણ જોઈ શકાય છે. હવે ત્યાં કર્ફ્યુ પણ હટાવી લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટાપુ રાષ્ટ્રમાં વર્તમાન આર્થિક કટોકટી પર લોકોના ગુસ્સાથી બચવા માટે માલે ભાગી ગયા છે. તે જ સમયે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે શ્રીલંકાના લોકો અને ગોટાબાયાના પદ છોડ્યા પછી રાષ્ટ્રના આગામી રાષ્ટ્રપતિને ચૂંટવાની લોકતાંત્રિક પ્રક્રિયાની સાથે છે. રાજપક્ષે ચાંગી ઈન્ટરનેશનલ ખાતે રાજદ્વારી પ્રોટોકોલ પ્રાપ્ત કરવા માલેથી સિંગાપોર પહોંચ્યા પછી જ રાજીનામું આપે તેવી અપેક્ષા છે.