બાયડના બાદરપુરા ગામે ગામના ઝાંપે જ ઢીંચણસમા પાણી ભરાયાઃગ્રામ પંચાયત તંત્ર નિંદ્રાધીન
Advertisement
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બાદરપુરા ગામે સામાન્ય વરસાદમાં જ ગામમાં પ્રવેશવાના માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતાં ગ્રામવાસીઓને ગામમાં અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
આ અંગે બાદરપુરા ગામવાસીઓએ મિડિયા સમક્ષ તેમની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ ગામમાં પ્રવેશવાના માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા કાયમથી છે આ અંગે ગ્રામ પંચાયત તંત્ર તાલુકા પંચાયત મામલતદાર બાયડ નાયબ કલેકટર બાયડ ને ગામવાસીઓએ વારંવાર લેખિત રજૂઆત કરી હોવા છતાં પાણીના નિકાલ માટે ગટર લાઈન પણ બનાવવામાં આવતી નથી કે પાણીને રૂકાવટ કરતા દબાણો દૂર કરવામાં આવતો નથી ગ્રામ પંચાયત સત્તાવાળા ઓને વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ ગામની આ સમસ્યા દૂર કરવા માં રસ દાખવતા નથી જો ટૂંક સમયમાં આ સમસ્યા નો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગામવાસીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મૂડમાં હોય તેમ જણાઈ રહ્યું છે.