ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં રાજસ્થાનની કાલબેલિયા ગેંગ ઘરફોડ ચોરી અને તસ્કરીના ગુન્હાઓમાં મોટા પ્રમાણમાં સંડોવાયેલી છે સમયાંતરે પોલીસ કાલબેલિયા ગેંગના આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે છે તેમ છતાં જેલવાસ ભોગવ્યા પછી ફરીથી ઘરફોડ ચોરી આચરતી હોય છે મોડાસા ટાઉન પોલીસે અરવલ્લી સહીત અનેક સ્થળોએ બસ સ્ટેન્ડમાં મુસાફરોના મોબાઈલ ચોરી કરતા કાલબેલિયા ગેંગના બે ચોરને ચોરીના 5 મોબાઈલ અને બાઈક સાથે દબોચી લઇ મોબાઈલ ચોરી અને બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
મોડાસા ટાઉન પીઆઈ મુકેશ તોમરના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફે પાવનસીટી આગળથી બાતમીના આધારે ચોરીના મોબાઇલ બાઈક પર વેચાણ અર્થે પસાર થતા રાજસ્થાનની કાલબેલિયા ગેંગના રમેશ જોરાજી કાલબેલિયા અને ગમાના જોરજી કાલબેલિયાને ઝડપી પાડી 74 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
મોડાસા ટાઉન પોલીસની ટિમ શહેરમાં પેટ્રોલિંગ હાથધરાતા રાજસ્થાન પાસિંગની બાઈક પર બે શખ્સો ચોરીના મોબાઈલ વેચવા મોડાસા આવવાના હોવાની બાતમી મળતા પોલીસે પાવનસીટી નજીક વોચ ગોઠવી બાતમી આધારીત બાઈક આવતા કોર્ડન કરી બંને શખ્સોને ઝડપી પાડી તલાસી લેતા તેમની પાસેથી 5 મોબાઈલ મળી આવતા બંને શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા બંને શખ્સોએ મહીસાગરના લુણાવાડા અને અરવલ્લીના મેઘરજ તથા માલપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની અને બાઈક પણ ચોરી કરી હોવાની સ્વીકારતા પોલીસે બંને ચોરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા