27 C
Ahmedabad
Thursday, April 25, 2024

કોંગ્રેસ-અંતનો આરંભ, પડે ત્યારે સઘળું પડે છે


લેખક – મહેન્દ્ર બગડા

Advertisement

એક પ્રસિધ્ધ ગુજરાતી કવિતા છે. પડે ત્યારે સધળું પડે છે. દૂનિયાની અનેક ભાષાઓમાં આ પ્રકારની કહેવતો, પંકિતો સાંભળવા કે વાંચવા મળે છે. જીવનમાં એટલે કે સમાજ જીવનમાં  પછી તે વ્યક્તીગત હોય કે કોઈ સંસ્થા કે પછી રાજકીય પક્ષ અથવા તો વિચારધારા. એક વખત પડે એટલે કે પતન શરુ થાય પછી અટકતુ જ નથી.

Advertisement

હજુ થોડા વર્ષો પહેલા દેશપર અને લગભગ દરેક રાજ્યમાં સત્તા ભોગવતા કોંગ્રેસની હાલ માઠી દશા ચાલી રહી છે. માત્ર કોંગ્રેસની જ નહી પરંતુ તેમના સર્વેસર્વા એવા સોનિયા અને રાહુલની પણ માઠી દશા ચાલી રહી છે.સૌ પ્રથમ વાત કરીએ તો રાહુલ બાબાને ઈડીનુ સમન્સ આવ્યુ. કોઈ સાથે ખભા પર હાથ મુકીને વાત નહી કરવાની ટેવ વાળા અને ગમે તેટલી પક્ષની આંતરીક કટોકટી હોય કે મુશ્કેલી હોય, રાહુલ બાબા તેને મન પડે તો જ એપોઈનમેન્ટ આપે છે.( આ વાત વિશ વર્ષના પત્રકારત્વના અનુભવ અને અનેક કોંગ્રેસી નેતાઓની વાતચીતના આધારે લખી છે)

Advertisement

જે રાહુલબાબા પોતાના હિત માટે એપોઈનમેન્ટ ન આપે તેને કલાકો સુધી ઈડીના અધિકારીઓ પુછપરછ કરે તે પહેલી પડતીની નીશાની. બીજી ઘટના વાયનાડની. જે વાયનાડે તેમને સંસદમાં પહોંચાડ્યા ત્યાના તેના સમર્થક યુવાનોએ જ રાહુલની ઓફિસમાં તોડફોડ કરી. ત્યાં ભાજપનુ અસ્તીત્વ નહી હોવાથી કોંગ્રેસીઓ આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવી શક્યા નહી.જે જુજ રાજ્યોમાં કોગ્રેસની આખી અડધી સત્તા રહી છે તેમાનુ એક એટલે મહારાષ્ટ્ર. અહિયા તેમની અડધી કે પા ભાગની સત્તા ચાલુ હતી. શિંદેએ તે પણ આંચકી લીધી. કોંગ્રેસ પાસે હવે સમ ખાવા પુરતી રાજસ્થાન અને ઝારખંડમાં સત્તા રહી છે.જો આ બે રાજ્યો કોંગ્રેસ ગુમાવે તો કોંગ્રેસની સત્તા માત્ર કોંગ્રેસ ભવન સુધી જ સીમીત રહશે.

Advertisement

સૌથી મોટો આંચકો તો એ લાગ્યો કે જે સોનિયા ગાંધીના પીએ કોઈ મીસ્ટર માધવન છે, તેમના પર કોંગ્રેસની ઓફિસમાં કામ કરતા કર્મચારીની પત્નીએ રેપનો આરોપ લગાવી પોલિસ ફરિયાદ કરી દીધી. આ માધવનમહાશય એટલી પહોંચેલી માયા છે કે યુપીએ સરકાર વખતે તેમને મળવા માટે કોંગ્રેસી મુખ્યપ્રધાનો વેઈટીંગમાં બેસી રહેતા હતા.

Advertisement

સોનિયાના પીએ પર બળાત્કારની ફરિયાદ થાય તે પણ કોંગ્રેસ માટે ફટકો ગણાય. છતા પણ કોંગ્રેસીઓ પછી તે સામાન્ય કાર્યકર હોય કે સર્વોચ્ચ નેતાગણ, ઢિલા નથી પડતા કે પક્ષને મજબુત કરવા કોઈ નક્કર પગલા ભરતા. વિચાર કરો, માત્ર ગુજરાતમાં જ છેલ્લા દોઢ દાયકામાં કોંગ્રેસમાંથી કુલ 66 જેટલા વિધાનસભ્યો અને સાંસદો ભાજપમાં જોડાઈ ગયા. જે પક્ષ પોતાના મજબુત અને જનાધારવાળા સભ્યોને સાચવીના શકે તે ફરી સત્તામાં વાપસી કેવી રીતે કરી શકે..

Advertisement

લોકશાહીમાં મક્કમ વિરોધપક્ષ ખુબ જરુરી છે. ભુતકાળમાં કોંગ્રેસ દ્વારા કોઈ ખોટા કે અયોગ્ય નિર્ણયો લેવામાં આવતા તો વિરોધ પક્ષ ભાજપ મક્કમતાપુર્વક તેનો દેશભરમાં વિરોધ કરતા હતા. પરંતુ હવે કોઈ પણ ઘટના બને કે કોઈ પણ સમસ્યા આવે, કોંગ્રેસ મુક દર્શક બની ને તાકી રહે છે. કોંગ્રેસના નેતાઓની મુખ્ય સમસ્યા એ છે કે તેમને ભાજપ સામે કોઈ વિરોધ કે વાંધો નથી, તેને વિરોધ કે વાંધો કોંગ્રેસના જ નેતાઓ સામે છે. કોઈ પણ કોંગ્રેસી કાર્યકર કે નેતા મોટો ના થવો જોઈએ. આખુ વર્ષ કોંગ્રેસીઓ આજ પ્રવૃતીમાં રચ્યા પચ્યા રહે છે. અનેક કોંગ્રેસી ધારાસભ્યો અને સાંસદો કોંગ્રેસ એટલા માટે છોડીની જતા રહ્યાં કે પક્ષની અંદર આંતરીક જુથ બંધી ખુબ હતી.

Advertisement

આગામી થોડા મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ છેલ્લા ચાર માસથી ઈલેકશન મોડમાં આવી ગયુ છે. ભાજપનો કાર્યકર કોઈ મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપનીનો કર્મચારી હોય એટલા જોશ અને મહેનતથી પક્ષ માટે વેતરું કરી રહ્યો છે. કોંગ્રેસના એકલદોકલ કાર્યકરો બીચારા મતદાર યાદી શોધી કોણ મત આપે તેમ છે તેનુ લીસ્ટ બનાવી રહ્યાં છે.કોંગ્રેસના કાર્યકરો પક્ષ પ્રત્યે ખુબ નિષ્ઠા ધરાવે છે. હુ એવા અનેક કાર્યકરોને ઓળખું છું કે જેઓ કોઈ પણ પ્રકારના હોદ્દા કે લાભાલાભ વગર કોંગ્રેસનુ કાર્ય નિષ્ઠાપુર્વક કર્યા કરે છે. પરંતુ ખાટલે મોટી ખોટ કે તેમના કાર્યની કોઈ નોંધ સુધ્ધા લેતુ નથી.

Advertisement

કોંગ્રેસ પાસે હજુ પણ યુવાન અને તરવૈયા નેતાઓ કાર્યકરોની ફોજ છે. પરંતુ મુખ્ય સમસ્યા સેનાપતીની છે. દિલ્હી સ્થીત સેનાપતી કોઈ નિર્ણય જ નથી લઈ શકતા. નહી તો અંબરીશ ડેર, પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, જગદીશ ઠાકોર  જેવા નેતાઓ ભાજપના પ્રચંડ વાવાઝોડા સામે પણ જીતતા આવ્યા છે. આ ઉપરાંત કાર્યકરોમાં હસુ સુચક,  લલિત ઠુમ્મર,  નરેશ અધ્યારુ,સુરેશ બથવાર, મોગલભઆઈ, સૈયદબાપુ, હસુભાઈ બગડા, ચંદ્રેશભાઈ રવાણી, નાસિર ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, શાહીદભાઈ, હિતેષ જ્યાણી,  વિજય રાઠોડ, વિપુલ જ્યાણી જેવા સંનીષ્ઠ કાર્યકરો હજુ પણ ચૂંટણી સમયે ભાજપને હંફાવે છે..  પરંતુ જ્યાં  એક બાજુ ભાજપના શિસ્તબધ્ધ કાર્યકરોની કેડર અને અઢળક રીસોર્સીસ જ્યારે કોંગ્રેસમાં આંતરીક જુથબંધી અને ટાંટીયા ખેંચ. આ સ્થીતીમાં કોંગ્રેસના તેજતર્રાર નેતાઓને પણ ચૂંટણી સમયે ટકવુ અધરુ પડી જાય છે. ખેર આ વખતે તો કોંગ્રેસની જે મુળભુત મતબેંક છે તેમાં ફાચર મારવા માટે આપ પણ મેદાનમાં છે. આ સ્થીતીમાં આગામી વિ્ધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસની દશા શું થશે તે માટે ડિસેમ્બરની ઠંડી સુધી રાહ જોવી જ પડશે.

Advertisement

નોંધ – લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી પર આવતા સૌથી લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈના એન્કર છે. વાચક પ્રતિભાવ માટે આ વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકે છે. 9909941536

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!