અમરેલી જીલ્લાના રાજુલાના ચાંચ બંદર ખાતે કરણભાઈ બારૈયા દ્વારા નિઃશુલ્ક સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ચાંચ બંદર ના સ્થાનિક લોકોએ લાભ લીધો હતો.નિઃશુલ્ક નિદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ એકત્રીકરણ કરવામાં આવ્યું હતું
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
રાજુલા જાફરાબાદ વિધાનસભાના ભામાશા કરણભાઈ બારીયા દ્વારા આજે ચાંચ બંદર ખાતે નિઃશુલ્ક સર્વ નિદાન કેમનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં રાજુલા જાફરાબાદ ના કોળી જ્ઞાતિના અગ્રણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નજીકના કરણભાઈ બારીયા દ્રારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કરણભાઈ બારૈયા છેલ્લા 35 વર્ષથી કોળી જ્ઞાતિના પટેલ છે અને અવિરત લોકોની સેવા કરી રહ્યા છે ત્યારે ચાંચ ગામના લોકોને દૂર સુધી જવું ના પડે અને લોકોને ચાંચ ગામમાં જ સુવિધા સર્વ રોગની મળી રહે તે માટે કરણભાઈ બારૈયા દ્રારા ચાંચ બંદર ખાતે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.આ કેમ્પમાં હદયરોગ,આંખના રોગ,હાડકાના રોગ તેમજ અન્ય રોગ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં શામજીભાઈ ચૌહાણ સરપંચ રામજીભાઈ ઉપસરપંચ સામતભાઈ તેમજ શાંતાબા મેડિકલ કોલેજના ટ્રસ્ટી પિન્ટુભાઈ ધાનાણી ડોક્ટર સતાણી તેમજ ડોક્ટર પ્રદીપ બારૈયા હાજર રહ્યા હતા.