અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં છેલ્લા એક વર્ષથી ભરથરી પરિવારોના ઝૂપડા હટાવવાને લઇને વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માલપુર ગામના સ્મશાને જવાના રસ્તે કટલાક ભરથરી પરિવારો વર્ષોથી વસવાટ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારંગી વગાડીને ભિક્ષાવૃત્તિ કરીને જીવનનિર્વાહ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, પણ આવા પરિવારોના ઝૂપડા હટાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજથી 11 મહિના અને 18 દિવસ પહેલા અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, તેમ છતાં આજદીન સુધી આ સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવ્યું નથી, જેને લઇને ગુજરાત વાલ્મીકી સંગઠનના આગેવાન લાલજી ભગતની આગેવાનીમાં માલપુર નગરમાં રેલી યોજવામાં આવી હતી.
જો તમે ગરીબ છો તો કોઇ નહીં સાંભળે તમારી વાત, તે વાત સ્પષ્ટ થતી હોય તેવું લાગ્યું…
11 મહિલા પહેલા આપેલ આવેદન પત્રનું નથી કોઇ મૂલ્ય…!!
કલેક્ટર કચેરી બહાર ભજન કીર્તન કરવા છતાં તંત્રએ ન સાંભળી વાત..!!
ગરીબ પરિવારને ન્યાય ક્યારે મળશે તે એક સવાલAdvertisement
એક વર્ષ પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપવા છતાં કોઇ જ નિરાકરણ નહીં, આવેદનનો અર્થ શું… ?
અરવલ્લી જિલ્લામાં વર્ષો દહાડે અનેક લોકો પોતાની રજૂઆત તેમજ તેઓ સાથે થતાં અન્યાયને લઇને આવેદન પત્રો આપવામાં આવતા હશે, પણ આવા આવેદન પત્રોનું શું થતું હશે તે એક સવાલ છે. આવેદન પત્રો અંગે વિચાર અથવા તો ચર્ચા થતી હશે ખરી તે સવાલ એટલા માટે થાય છે કારણ કે, અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં ભરથરી સમાજના ઝૂંપડા હટાવવાને લઇને આજથી 11 મહિલા અને 18 દિવસ પહેલા એટલે કે, 27 જુલાઈ 2021 ના રોજ ન્યાયની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, અને ભરથરી સમાજને ધમકીઓ આપીને જગ્યા ખાલી કરાવવા બાબતે રજૂઆત કરી હતી, આ માટે કલેક્ટર કચેરીએ ભરથરી સમાજના પરિવારોએ ભજન-કીર્તન કરી ઝૂંપડાં બચાવવા વહીવટી તંત્ર પાસે મદદ માંગી હોવાની સાથે જગ્યા ખાલી કરવા પૂર્વ ભાજપના મહિલા ધારાસભ્ય ભીખીબેન પરમાર અને તેમના પતિ દ્વારા ઝુંપડા ખાલી કરી જગ્યા છોડી દેવા માટે ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
