અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં જંગલી પ્રાણી દેખાતા હોય છે, તેમાં દીપડાની દહેશત વધારે હોય છે, પણ આ વખતે કીડીખાઉં નામનું દુર્લભ જીવ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, અને તે પણ મૃત હાલતમાં દેખાતા વનવિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.
મૃત હાલતમાં કીડીખાઉ બાયડના જીતપુર ગામે જોવા મળ્યું હતું, જ્યાં ગ્રામજનો દૂધ મંડળીમાં દુધ ભરાવવા માટે જતા હતા ત્યારે અચાનક દુર્લભ જીવ જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં આવા અનેક દુર્લભ પ્રાણીઓ જંગલોમાં છે પણ વનવિભાગ આવા જીવને બચાવવામાં સદંતર નિષ્ફળ નિવળ્યું હોય તેવું લાગે છે. ત્યારે વધુ એક દુર્લભ જીવ મૃત હાલતમાં મળી આવતા વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
જીતપુરમાં દૂધ મંડળી નજીક વહેલી સવારે પશુપાલકો તથા ખેડૂતો દૂધ ભરાવવા જતા હતા. તે સમયે નજીકમાં ઇંટના ઢગલા પાસે મૃત હાલતમાં કીડીખાઉ ગ્રામજનોને દેખાતા જ સ્થળ ઉપર ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાયડ આરએફઓ જસવંત ઠાકોરે જણાવ્યું કે અમોને મૃત કીડીખાઉની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી પંચનામુ કરી કીડીખાઉનો કબજો મેળવી પીએમ માટે લઈ જવાયું છે અને પીએમ બાદ મૃત્યુનું સાચુ કારણ બહાર આવે તેમ છે.