40 C
Ahmedabad
Thursday, March 28, 2024

કચ્છને અષાઢમાં લાભે લાભ : 14 ડેમો ઓવરફ્લો,95 નાની સિંચાઈ યોજનાઓમાં ભરપૂર પાણીની આવક


સમગ્ર ગુજરાતમાં સૂકો પ્રદેશ માનવામાં આવતા કચ્છ માટે આ ચોમાસુ ફળ્યું છે.અષાઢી બીજના દિવસે ઉજવાતા નવા વર્ષ બાદ પંથકમાં જમાજમ વરસાદને કારણે કચ્છીઓને આ વખતે પાણીની સમસ્યા થોડા ઘણા અંશે ફાયદો થશે તેવો વર્તારો જોવા મળી રહ્યો છે.કચ્છના અનેક ડેમો ઓવરફ્લો થઇ ચુક્યા છે તો સિંચાઈ યોજનાઓમાં પણ ભરપૂર પાણીની આવક થઇ રહી છે.

Advertisement

કચ્છમાં સાર્વત્રિક વરસાદને પગલે અહીંના મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમોમાંથી 14 જેટલા ડેમો ઓવરફ્લો થઇ ચુક્યા છે.તો નાની સિંચાઈ યોજનામાં આવેલા 170 પૈકી 95 યોજનાઓમાં નવા નીરની આવક થઇ છે.અહીંના અબડાસા તાલુકાના કંકાવીટ,જગડીયા,મિટ્ટી,બોરચીયા ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે તો ભુજના રુદ્રમાતા,કાયલા ડેમ પણ છલોછલ ભરાઈ ચુક્યો છે.નખત્રાણા તાલુકાના નિરોણ,મથલ,ભૂખી ડેમ પણ ઓવરફ્લો થઇ ચુક્યા છે.જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Advertisement

આ ડેમો છલકાવવાને કારણે અહીંના ખેડૂતોને ખરીફ તેમજ રવિ પાક સિંચાઈનો લાભ મળશે તો જળસ્તર ઉંચા આવવાને કારણે કુવાઓ,બોરમાં પણ પાણી મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેથી ડેમ નજીકના ખેડૂતોને બીજો ફાયદો મળી શકે છે .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!