28 C
Ahmedabad
Friday, April 19, 2024

ધી મોડાસા સર્વોદય સહકારી બેંક એ લોકોની ચિંતા કરી નવીન શાખાનું મેઘરજમાં લોકાર્પણ કર્યું, સ્થાનિક લોકોને થશે ફાયદો


અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર તથા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અંતર્ગત ચાલતી ધી સર્વોદય સહકારી બેંક લી. મોડાસા દ્વારા મેઘરજ મુકામે નવીના શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવીન શાખાનું ઉદ્ધાટન ધી સર્વોદય સહકારી બેંકના પૂર્વ ચેરમેન ઇકબાલભાઈ ઇપ્રોલિયાના હસ્ત કરવામાં આવ્યું હતું, તેમણે સર્વોદય સહકારી બેંકમાં ચેરમેન પદ ઉપર 25 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા આપી છે અને હાલમાં બેંકના મેનેજીંગ ડિરેક્ટર તરીકે કાર્યરત તેઓ કાર્યરત છે.

Advertisement

કેવા પ્રકારની સેવાઓ મળશે તે પણ જાણો, બેંકના M.D. અને ચેરમેન શું કહે છે..

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 35 વર્ષ કરતા વધારે સમયથી કાર્યરત ધી મોડાસા સર્વોદય સહકારી બેંકની નવીન શાખાનું લોકાર્પણ થતાં સ્થાનિક લોકોમાં ખુશી વ્યાપી હતી. સહકારી બેંકની સેવા તેમજ ઓછા વ્યજદરે લોન તેમજ સારૂ વ્યાજદર હોવાથી ગ્રાહકો આ બેંક તરફ વધારે વિશ્વાસ દાખવતા હોય છે, પણ ધી સર્વોદય સહકારી બેંકની શાખા માત્ર મોડાસા શહેરમાં હોવાથી વેપારીઓને મોડાસા સુધી પણ આવવું પડતું હતું, જોકે હવે મેઘરજમાં આ નવીન શાખાનું લોકાર્પણ થતાં અતરિયાળ તાલુકા એવા મેઘરજ નગરમાં અને તાલુકાના લોકોને તેનો સીધો જ ફાયદો થશે,, છેવાડાના લોકો સુધી સરકારની બેંકિંગ લગતી યોજનાઓ અને સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે નવીન શાખા શરૂ કરાવમાં આવી છે. ધી સર્વોદય સહકારી બેંક લી. અરવલ્લી જીલ્લામાં લઘુમતી સમાજ ધ્વારા ચાલતી એકમાત્ર પ્રતિષ્ઠિત બેંક તરીકે પંથકમાં સારી શાખ ધરાવે છે. મેઘરજ મુકામે શાખાના પ્રારંભથી મેઘરજ નગરના વેપારીઓ, આગેવાનો તથા જાહેર જનતામાં ખુશીની લાગણી જોવા મળી છે.

Advertisement

Advertisement

આ પ્રસંગે બેંકના ચેરમેન મ. ઇબ્રાહીમ જી બાકરોલવાલા, મેનેજીંગ ડિરેક્ટર ઇકબાલહુસેન ઇપ્રોલિય, શાખ કમિટી ચેરમેન મ.સલીમ એન ખોખર, બોર્ડ ઓફ ડિરેકટર ઇબ્રાહીમ ડી. ભૂરા, મ.સલીમ ડી ટીંટોઈયા, અબ્દુલકાદર એચ ખાલક, માયાસીન જી કાજી, મ.નજીર એ સુથાર, મ.ઈદરીશ જી સાબલીયા, મ.યુસુફ જી ખાલક,શ્રી ખાનાભાઇ જે વણકર, આબેદાબેન વાય બાંડી, ફીરદોશબાનું એસ જમાદાર, મેનેજર ફરહાના એમ ચગન, આસી.મેનેજર ગુલમરસુલ જે પટેલ, સીઇઓ યુસુફભાઈ આર જેથરા, બેંકના કર્મચારીઓ, તથા મેઘરજ નગર ના પ્રતિષ્ઠિત આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા.

Advertisement

ધી સર્વોદય સહકારી બેંકના ચેરમેન ઇબ્રાહિમભાઈ બાક્રોલવાલાએ Mera Gujarat સાથે કરી ખાસ વાતચીત, તે પણ સાંભળો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!