મોટભાગના લોકોના ઘરોમાં સુકી ભેળ બનાવવામાં આવતી હોય છે. જો કે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની ભેળ મળે છે. ભેળ એક એવી વાનગી છે જેને તમે ફટાફટ ઘરે બનાવી શકો છો અને ખાવાની પણ મજા આવે છે. તો આજે અમે તમને ભેળમાં એક વેરાયટી બતાવીશું જે છે રગડા ભેળ. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો રગડા ભેળ..
સામગ્રી
વઘારેલા મમરા
પૌંઆનો ચેવડો
મકાઇનો ચેવડો
બાફેલા બટાકા
ઝીણા સમારેલા ટામેટા
ખજૂર-આંબલીની ચટણી
કોથમીર-મરચાની ચટણી
લસણની ચટણી
કોથમીર
ઝીણી સેવ
લાલ મરચું
મીઠું
હળદર
બનાવવાની રીત
રગડા ભેળ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મમરા અને ઉપર જણાવ્યા મુજબનો ચેવડો મિક્સ કરો.
હવે બટાકાને બાફી લો.
બટાકા બફાઇ જાય પછી એની છાલ કાઢીને એને ઝીણાં સમારેલી લો.
હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં સૌ પ્રથમ લસણની પેસ્ટ નાંખી સાંતળો.
ત્યારબાદ આમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને એને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
હવે આમાં ઝીણા સમારેલા ટામેટા નાંખો અને સાંતળો.
પછી બાફેલા બટાકા નાંખો અને થોડા મેશ કરી લો.
હવે આમાં મીઠું, લાલ મરચું અને હળદર નાંખો અને હલાવી લો જેથી કરીને બરાબર મિક્સ થઇ જાય.
હવે આ રગડાને ધીમા ગેસે 10 થી 15 મિનિટ માટે થવા દો.
તો તૈયાર છે રગડો.
હવે ભેળ બનાવવા માટે એક પ્લેટ લો અને એમાં મિક્સ કરેલી વસ્તુ લઇ લો.
ત્યારબાદ ઉપરથી રગડો નાંખો.
હવે એમાં ખજૂર-આંબલીની ચટણી નાંખો.
પછી કોથમીર-મરચાની ચટણી નાંખો.
હવે ઉપરથી સેવ નાંખો.
તો તૈયાર છે રગડા ભેળ.
આ રગડા ભેળ સુકી ભેળ કરતા ટેસ્ટમાં બહુ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ મજા આવે છે.
આ ભેળ સાથે તમે પકોડી લાવો છો તો પકોડીમાં પણ આ રગડો નાંખીને ખાઇ શકો છો. આ રગડા ભેળમાં તમે લીલા વટાણા પણ નાંખી શકો છો.