35 C
Ahmedabad
Thursday, April 25, 2024

નેશનલ હાઈવે પર સ્વિમિંગ પુલ….!! જાણે કાર સ્વિમિંગ પુલમાં નાહવા પડી હોય તેવું દ્રશ્ય : કોન્ટ્રાકટરના વાંકે વાહનચાલકોનો ભોગ


દિલ્હી થી મુંબઈ ને જોડતો અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ મંથર ગતિએ ચાલી રહ્યું છે સિક્સલેનની કામગીરીમાં આડેધડ ખોદકામના પગલે શામળાજી થી ચીલોડા સુધી ઠેર ઠેર ખાડાઓ પડી જતા ચોમાસામાં તળાવમાં પરિવર્તીત થયા દરરોજ વાહનો ખાડામાં ફસડાઈ રહ્યા છે.

Advertisement

Advertisement

વાંટડા ટોલપ્લાઝા નજીક હાઇવે નજીક ખાડો ખોદ્યા પછી કોન્ટ્રાકટરે પૂરણ ન કરતા ખાડામાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે પાણી ભરેલ ખાડામાં પસાર થતી કાર ખાબકી હતી સદનસીબે જાનહાની ટળી હતી અનેક વાહનચાલકો ખાડામાં ખાબક્યા હોવાથી સ્થાનિક લોકોએ હાઇવે નજીક ખોદવામાં આવેલ ખાડો કોઈ વાહનચાલકનો ભોગ લે તે પહેલા પુરાણ કરવામાં આવેની માંગ કરી હતી.

Advertisement

Advertisement

ઉદેપુર-અમદાવાદ ફોર લેનમાંથી સિક્સલેનમાં પરિવર્તિત કરવાની કામગીરી શરૂ થયા પછી આ રોડ પર આપેલ આડેધડ ડિવાઈડર અને ઠેર ઠેર પડેલા ખાડાઓના પગલે અનેક અકસ્માત સર્જાતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓએ જીવ ગુમાવવો પડ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાકટરની બેદરકારીના પગલે ખેડૂતો, વાહનચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે રોડ પર પડતા ખાડા પુરવામાં ભારે બેદરકારીના પગલે અકસ્માતની હારમાળા સર્જાઈ રહી છે હિંમતનગર થી શામળાજી હાઇવે પર પડેલા ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવેની સ્થાનિક લોકોની માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!