33 C
Ahmedabad
Thursday, April 25, 2024

મોડાસા-શામળાજી હાઈવે પર ઠેર ઠેર પડેલા ખાડા : ખેરંચા નજીક ખાડા માં કાર ખાબકતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત


શામળાજી થી મોડાસા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં નં આવતા ડિસ્કો રોડથી તોબા પોકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદમાં જ શામળાજી થી મોડાસા સુધીનો હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે.વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટોલટેક્ષ ખંખેરતી ખાનગી કંપની સામે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો ખાડામાં ખાબકતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા નાના-મોટા અક્સ્માતની ઘટનાઓ બની રહી છે હાઇવે પર પડેલ ખાડા મોતના ખાડા સાબિત થાય તે પહેલા ખાડાઓની મરામત કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

Advertisement

Advertisement

મોડાસા-શામળાજી હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડતા વાહનચાલકો માટે ખાડાઓ કમ્મરતોડ સાબિત થઇ રહ્યા છે મોડાસા-શામળાજી હાઇવે પર ખેરંચા નજીક પડેલા ખાડામાં કાર ખાબકતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નજીકમાંથી પસાર થતા ટ્રક સાથે ટકરાઇ ડિવાઇડર પર ચઢી જતા કાર ચાલક ઈજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોંએ ઇજાગ્રસ્ત કાર ચાલકને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો કરી ઘડાકાભેર ટ્રક સાથે ટકરાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા સદ્દનસીબે કોઈ જાનહાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો રોડ પર પડેલા ખાડાઓનું સત્વરે મરામત કરાવવામાં આવેની માંગ પ્રબળ બની છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!