36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : મોડાસાની પેલેટ ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કર પશુ ઇજાગ્રસ્ત, જીવદયા પ્રેમીઓએ કરી સારવાર


અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ રોડ પર છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે, જેમાં મોડાસા શામળાજી માર્ગ પર આવા કિસ્સાઓ સામાન્ય છે. રવિવારના રોજ સવારના અરસામાં અજાણ્યા વાહનની ટક્કર એક ખૂંટિયો ઇજાગ્રસ્ત થયો હતો, જેની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક જીવદયા પ્રેમીઓને બેલાવીને પ્રાથમિક સારવાર કરી હતી.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

મોડાસાના મેઘરજ બાયપાસ પેલેટ ચોકડી પર રવિવારના રોજ સવારે એક ખૂંટિયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેના પગના ભાગે લોહીની ધાર નિકળતી હતી, જેની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક જીવદયા પ્રેમીઓને કરી હતી. સ્થાનિક લોકોએ આ અંગે જીવદયા પ્રેમીઓ, માલધારી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો જાણ કરતા તાત્કાલિક તેઓ આવી પહોંચ્યા હતા, અને ઇજાગ્રસ્ત ખૂંટિયાને સારવાર માટેની તજવીજ હાથ ધરી હતી. તમામ લોકોએ પશુ ચિકિત્સકને બોલાવ્યા હતા અને લોહી વહેતુ બંધ કરીને પ્રાથમિક સારવાર આપી હતી. આ પ્રકારે પશુઓને અકસ્માત સર્જી ફરાર થતાં વાહન ચાલકોનો સામે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે.

Advertisement

જુઓ વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!