જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતો જારી છે. જમ્મુ કાશ્મીરના સાંબાના મંગુ ચકમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું જેથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અનેક સવાલો લોકોમાં ઉઠ્યા છે ત્યારે પોલીસે સર્ચ ઓપરેશન તેને લઈને શરૂ કર્યું છે. મોડી રાત્રે આ વિસ્તારમાં ડ્રોન આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આજે સવારથી જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતો જારી છે કેમ કે, સાંબાના મંગુ ચક પર ફરી એકવાર ડ્રોન જોવા મળ્યાના સમાચાર આવ્યા છે. ગ્રામજનોએ ડ્રોન જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જો કે, બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવાર-શનિવારની રાત્રે આ વિસ્તારમાં ડ્રોન જોવાની કોઈ ઘટના નોંધાઈ નથી.
પાકિસ્તાનની આ નાપાક હરકતોથી અંકુશ રેખા પર ચાલી રહેલા યુદ્ધવિરામ પર પણ અસર થવાની સંભાવના છે. તાજેતરમાં, આતંકવાદી ઘૂસણખોરી અને BAT હુમલાને નિષ્ફળ બનાવવા માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના કારણે આખા વિસ્તારના લોકો યુદ્ધવિરામ ભંગના દિવસોથી ગભરાવા લાગ્યા હતા.
લોકોનું કહેવું છે કે અત્યારે સેના દ્વારા દરેક પ્રકારનો સંયમ રાખવામાં આવી રહ્યો છે, પરંતુ આ જ રીતે જો પાકિસ્તાની સેનાની નાપાક ગતિવિધિઓ વધતી રહેશે તો અંકુશ રેખા પર સ્થિતિ ફરી વણસી જશે.
નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની આડમાં પાકિસ્તાનની નાપાક હરકતો કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની આડમાં પાકિસ્તાનની નાપાક હરકતોથી સરહદની શાંતિ ડહોળવાના ડરથી સરહદના લોકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહમાં સેનાએ ચકન દા બાગ વિસ્તારમાંથી આતંકવાદીઓની ઘૂસણખોરી અને બી.એ.ટી. હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. આ દરમિયાન ભારે તોપમારો પણ થયો હતો. જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. શુક્રવારે રાત્રે ચકન દા બાગ વિસ્તારમાંથી એક પાકિસ્તાની મહિલા ઘૂસણખોરી કરતી ઝડપાઈ હતી. આ પછી હવે પાકિસ્તાની ડ્રોનને કૃષ્ણ ઘાટી સેક્ટરના બાલનોઈ વિસ્તારમાં ભારતીય વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સેનાના જવાનોએ ફાયરિંગ કરીને તેનો પીછો કર્યો હતો.