35 C
Ahmedabad
Thursday, April 25, 2024

કોંગ્રેસના સસ્પેન્ડેડ કાર્યકરની હૂંકાર, કોંગ્રેસ પાર્ટી આ બાબતે નોંધ નહીં લે તો થશે નુકસાન, સાંભળો શું કહ્યું


અરવલ્લી જિલ્લામાં રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે, જાણે ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની હોય. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે કોંગ્રેસમાં નારાજગીઓ સામે આવતી હોય છે, આ વચ્ચે નારાજગી એવી સામે આવતા કાર્યકરે મીડિયા સમક્ષ રજૂઆત કરતા પાર્ટીએ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેતા, દશરથ વણકરના સમર્થનમાં આખો સમાજ આગળ આવ્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા 35 વર્ષથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા કાર્યકર દશરથ વણકરે પોતાની નારાજગી બતાવી હતી અને રાષ્ટ્રીય તેમજ સ્થાનિક નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેને લઇને પાર્ટીએ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હતા, આ વાતને લઇને દશરથ વણકરે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સમાજની બેઠક આ બાબતને લઇને યોજવામાં આવી હતી, જેમાં દશરથ વણકરે જે નારાજગી વ્યક્ત કરી હતી, તે યોગ્ય હતી. આખો સમાજ તેમની સાથે જ છે.

Advertisement

તેમણે એમ પણ ઉમેર્યું કે, કારણ દર્શક નોટિસ આપ્યા વિના સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જે બદલ સમાજને ખૂબ જ દુ:ખ છે. સમાજે એ પણ નોંધ લીધી હતી કે, દશરથ વણકરે કોઇપણ પ્રકારની ટિકિટની માંગ વિના અથવા તો હોદ્દાની માંગ વિના નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, તેમછતાં તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, માટે કોંગ્રેસ પાર્ટી આ સમાજનું શું વિચારશે તે એક સવાલ છે.

Advertisement

દશરથ વણકરે એમ પણ ચીમકી ઉચ્ચારી છે કે, આ એક ગંભીર બાબત છે અને કોંગ્રેસ પાર્ટી આ અંગે કોઇ વિચાર નહીં કરે તો આનું પરિણામ કંઇક અલગ આવી શકે છે અને અન્ય કાર્યકરો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. સાંભળો કોંગ્રેસના પૂર્વ કાર્યકર દશરથ વણકરે શું કહ્યું.

Advertisement

શું હતો સમગ્ર મામલો તે પણ જાણો
દશરથ વણકરે નેતાગીરી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા સનસનાટી ભર્યા આક્ષેપો કર્યા હતા. દશરથ વણકરે જણાવ્યું હતું કે, અરવલ્લી જીલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ અને મધુસુદન મિસ્ત્રી તેમની મનમાની ચલાવી રહ્યા છે અને તેમની જોહુકમી ચલાવતા હોવાથી આગામી વિધાનસભામાં કોંગ્રેસને ભારે ફટકો પડી શકે છે અને તેમને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે આગામી વિધાનસભામાં જીતીને બતાવે તો ખરા…?? તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે ઉદ્ધતાઈ પૂર્વક આક્ષેપ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો હતો. દશરથ વણકરના આ નિવેદનને લઇને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા.

Advertisement

દશરથ વણકરને આ નિવેદનને લઇને કોંગ્રેસ પાર્ટીએ કર્યા હતા સસ્પેન્ડ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!