બાયડ તાલુકાના ડેમાઈ નજીક ડેમાઈ થી વાટડા(કાવઠ) રોડ થી ભારુજીના મુવાડા જતાં ધામની નદીમાં નવ નિર્મિત ગરનાળા પાસે સી સી રોડ નીચેથી પુરાણ ધોવાયું હતું ત્યારે ગરનાળા ના કામમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું હતું.ગરનાળાનું કામ પૂર્ણ થવાના આરે આવ્યું હતું ત્યારે નદીમાં પાણી નો પ્રવાહ ચાલુ થવાથી મશીન પણ ગરનાળા પર હતું જે પાણી ના વહેણમાં તણાઈને આગળ જતુ રહ્યુ તથા ડેમાઈ થી વાટડા (કાવઠ) રોડ પર ધામની નદીમાં પુલનું કામ ચાલુ છે ત્યારે પાણીનો પ્રવાહ ચાલુ થતાં ડાયવર્જન ધોવાયું હતું જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો પરંતુ તંત્ર દ્વારા ફરીથી ડાયવર્જન બનાવી વાહન વ્યવહાર કાર્યરત કરાયો હતો.
જુઓ કોન્ટ્રાક્ટર્સની નબળી કામગીરીનો ઉત્તમ નમૂનો
લૉક ડેમ માંથી રાત્રીના સમયે 800 ક્યુકેક પાણી ધામની નદીમાં છોડતાં નદીના પાણી ના પ્રથમ વહેણ માં જ પુરાણ ધોવાતાં રોડ તૂટવાની પ્રબર સંભાવનાઓ સેવાઓ રહી છે
સ્થાનિક લોકો ના જણાવ્યા પ્રમાણે સી સી રોડનું કામ પૂર્ણ થઈ જવા છતાં રોડની બંને બાજુ માટીકામ કરાયું નથી જેથી વિસ્તારના લોકો ને વાહનોની અવરજવર માં અને વાહનો નીચે ઉતારવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગ્રામજનોની માંગણી છે કે ઝડપથી રોડનું માટીકામ કરવામાં આવે જેથી વિસ્તારના ખેડૂતો તથા ગ્રામજનોની અવરજવર માં સમસ્યા ન સર્જાય.