અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારની બુમો ઉઠી રહી છે, જેમાં સરકારી બાબુઓ મસ્ત મલાઈમાં રચ્યા-પચ્યા રહે છે અને પ્રજાના પૈસા તાગડધિન્ના કરતા હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કેમ કોઇ કડક કાર્યવાહી નથી કરતા તે એક સવાલ છે. છેલ્લા ઘણાં સમયથી ખાણ ખનીજ વિભાગ ચર્ચાઓમાં આવ્યું છે, ત્યારે વીડિયો અને ઓડિયો વાઈરલ થયા પછી 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. છૂટા કરાયેલા કર્મચારીઓ ખાનગી એજન્સી થકી કામ કરતા હતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે, પણ જે કર્મચારીઓ અથવા તો અધિકારીઓ આ સમગ્ર મામલે સંડોવણી છે કે નહીં તે બાબતે તપાસ ક્યારે થશે તે પણ એક સવાલ છે.
નાના કર્મચારીઓને આગળ રાખી સમગ્ર કાર્યક્રમ થતો હોવાની લોકચર્ચા
મોટાભાગના કિસ્સાઓમાં નાનો કર્મચારી જ ભોગ બનતો હોવાના કિસ્સા
સરકારી બાબુને મલાઈ, માર ખાયે કોઇ ઓર ?
તટસ્થ તપાસ કે કાર્યવાહી કેમ નહીં
શું આઉટ સોર્સના કર્મચારીઓ જ જવાબદાર ?Advertisement
છેલ્લા ઘણાં સમયથી ખાણ ખનીજ વિભાગમાં કામગીરીને લઇને કેટલાક વીડિયો વાઈરલ થયા હતા, જેમાં 50 હજાર રૂપિયામાં 20 ગાડીઓ કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અન્ય લોકો સામે આવ્યા અને ખાણ ખનીજ વિભાગમાં કેવી રીતે ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે, જેનો ભાંડો ફોડતો લેટર બોંબ મુખ્યમંત્રીને કરતા આ સમગ્ર મામલે સનસનાટી મચી જવા પામી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે પાણી વહી જતાં પહેલા પાળ બાંધી હોય તેવું લાગે છે અને ખાનગી એજન્સી થકી કામ કરતા સીક્યોરિટી ગાર્ડને છૂટા કરી દેવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ચાલતી સુદ્રઢ અને સુચારૂ કામગીરીની કથિત ઓડિયો અને વીડિયો ક્લીપ વાઈરલ થઇ હતી, જેમાં સારી કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આ બાબતે જિલ્લા સેવા સદનમાં વાવાઝોડું ફૂંકાતા કચેરીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને આ સમગ્ર ઘટનાને લઇને તાત્કાલિક ધોરણે 3 સીક્યોરિટી ગાર્ડને છૂટા કરી દેવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું સરકારી બાબુઓ પર તપાસ કેમ નહીં…?