31 C
Ahmedabad
Thursday, March 28, 2024

President Election 2022 : PM મોદી અને અમિત શાહે કર્યું મતદાન, દ્રોપદી મુર્મૂ કે સિન્હા, કોણ મારશે બાજી?


રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે રાજ્યની વિધાનસભા અને સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યું છે. ધારાસભ્યો અને લોકસભા-રાજ્યસભાના સાંસદો મતદાન કરશે. સંસદ ભવનના પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થઈ રહ્યું છે. બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે.

Advertisement

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓએ મતદાન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સંસદ ભવનના રૂમ નંબર 63 ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

Advertisement

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વખતે જ્યાં NDAએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, ત્યાં યશવંત સિંહા વિપક્ષનો ચહેરો છે. 21 જુલાઈએ મતગણતરી બાદ ખબર પડશે કે દેશના 15મા રાષ્ટ્રપતિ કોણ હશે?

Advertisement

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યની વિધાનસભાઓ અને સંસદ ગૃહોમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં લોકસભા-રાજ્યસભાના ધારાસભ્યો અને સાંસદો મતદાન કરી રહ્યા છે. સંસદ ભવનના પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થઈ રહ્યું છે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!