મધ્યપ્રદેશમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. 55 મુસાફરો સાથેની બસ ખરગોન અને ધાર જિલ્લાની સરહદે નર્મદા નદીમાં પડી હતી. આ દુર્ઘટના ખલઘાટમાં બનેલા નર્મદા બ્રિજ પર બની થયનું જાણવા મળી રહ્યું છે. આ પેસેન્જર બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી ત્યારે પુલ પરથી નદીમાં ખાબકી હતી.
માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ખરગોન-ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખરગોનના એસપી ધરમવીર સિંહનું કહેવું છે કે, 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 12 જેટલા લોકોને બચાવી નદીની બહાર કાઢવામાં આવ્યા છે. બચાવમાં લાગેલા લોકોએ જણાવ્યું કે, બસ બ્રિજની રેલિંગ તોડીને પત્થરો પર પડી અને સીધી નદીમાં ખાબકી હતી. જે બાદ વહેતી નદી પલટી ગઈ હતી.