પ્રાથમીક શાળાના અનફીટ શિક્ષકને બદલવા રજુઆત,શિક્ષકના હાથમાં બાળકોનું ભાવી અંધકારમય, તંત્ર રજુઆત સાંભળતું નથી ની બૂમ
જીલ્લા શિક્ષણ વિભાગે અનફિટ શિક્ષકને તબીબ પંચ સામે હજાર થવા જણાવ્યું છતાં શિક્ષક હાજર થવા તૈયાર નથી
ઇન્ચાર્જ જીલ્લા શિક્ષણાધિકારીએ અનફિટ શિક્ષકને નોટિસ આપી
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખેરંચા ગામે આવેલ પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા શીક્ષકને 13 વર્ષ અગાઉ અકસ્માત નડ્યા પછી શિક્ષક ગંભીર ઈજાગ્રસ્ત થતા પેરાલીસીસ થતા પથારીવશ રહ્યા પછી થોડા વર્ષ પછી શાળામા હાજર થયા હતા લકવાની અસરના લીધે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભણાવી શકતા નથી આ અંગે 11 વર્ષથી પ્રાથમીક શિક્ષણ વિભાગના અધિકારીઓને વારંવાર લેખીત અને મૌખીક રજુઆત કરવા છતાં શીક્ષકની બદલી ન થતા કે અન્ય કોઈ શિક્ષકની ફાળવણી ન થતા એસએમસી કમીટી અને ગ્રામજનોએ મુખ્યમંત્રી, પ્રાથમીક શિક્ષણ નિયામક,કલેકટરને લેખીત રજુઆત કરવા છતાં ન્યાય નહીં મળતા શાળાને તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો અને શાળા આગળ બાળકોએ વિવિધ બેનરો દર્શાવી અને ગામલોકો એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ન્યાયની માંગ કરી હતી
સાંભળો ગ્રામજનોની વેદના
ભિલોડા તાલુકાના ખેરંચા ગામે આવેલ પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા રમેશભાઈ નારાયણભાઈ પટેલને 14 વર્ષ અગાઉ ગમખ્વાર અકસ્માત નડતા ગંભીર ઈજાઓ પહોંચતા બે વર્ષ સુધી પથારીવશ રહ્યા પછી તા.5-09-2011 ના દિવસે શાળામાં હાજર થયા હતા જોકે શિક્ષકને પેરાલિસીસની અસર હોવાથી તેમના સંતાન મુકવા લેવા આવે છે શિક્ષક અનફીટ હોવાથી બાળકોને અભ્યાસ કરાવી શકતા ન હોવાથી બાળકોના અભ્યાસ પર માઠી અસર છેલ્લા 11 વર્ષથી પડી રહી છે બાળકો અભ્યાસમાં નબળા રહેતા વાંચી કે લખી શકતા નથી તેમજ અનફીટ શિક્ષકની રાજકીય વગ ધરાવતા હોવાથી અધિકારીઓ પર દબાણ બનાવતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
ગ્રામજનોના જણાવ્યા અનુસાર,જવાબદાર તંત્ર અને અધિકારીઓ સમક્ષ વારંવાર રજુઆત કરી થાકી ગયા હોવા છતાં અનફીટ શીક્ષકની પહોંચ ઉંચી હોવાથી અધિકારીઓ પણ તપાસ ચાલુ છે અમે પગલાં લઈશું જણાવી બાળકોના ભાવી સાથે ખિલવાડ કરી રહ્યા છે અનફીટ શિક્ષકને કચેરીનું લગતું કામકાજ સોંપવામાં આવે અને આ શિક્ષકના બદલે અન્ય શિક્ષક ફાળવવામાં આવેની માંગ સાથે બાળકોનું ભાવી અંધકારમય બનતા અને અધિકારીઓ કે તંત્ર ગ્રામજનોની વાત નહીં સાંભળતા આખરે સોમવારે શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું
ઇન્ચાર્જ જીલ્લા શિક્ષાનિધિકારી શૈલેષ પટેલના જણાવ્યા અનુસાર
ખેરંચા પ્રાથમિક શાળાના અનફિટ શિક્ષકના પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડતા બાળકો તેમના વાલીઓ અને ગામલોકોએ તાળાબંધી કરી અન્ય શિક્ષક અંગેની માંગ અંગે જીલ્લા શિક્ષણાધિકારીએ ટેલિફોનિક જણાવ્યું હતું કે તાલુકા શિક્ષણાધિકારીને સ્કૂલમાં મોકલી આપ્યા છે તેમજ આ અનફિટ શિક્ષકને નોટિસ પણ આપી છે તેમજ બે વાર તેમને તબીબી પંચ સામે હાજર થવા જણાવ્યું છે જેમાં એક વાર અગમ્ય કારણોસર શિક્ષક તબીબી પંચ સામે હાજર રહ્યા નથી જેથી માર્ચ મહિનામાં ફરિથી તેમને તાકીદ કરવામાં આવી છે અને હાલ પ્રવાસી શિક્ષક મુકવા ગ્રામજનોને જણાવ્યું છે.