35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

સાબરકાંઠા : SOG પોલીસે સાબલી મહાકાળી માતાના મંદિર નજીક રહેતા શખ્સને શખ્સને પિસ્ટલ અને 4 કારતુસ સાથે ઝડપી લીધો


સાબરકાંઠા જીલ્લા પોલીસવડા વિશાલ કુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહિબિશન,ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સંગ્રહ કરતા અસામાજીક તત્વો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે સાબરકાંઠા એસઓજી પોલીસે પ્રતાપગઢ સાબલી ગામ નજીક મહાકાળી માતાના મંદિર નજીક ડુંગરની તળેટીમાં રહેતા કાળા લાખા ભરવાડને દેશી પિસ્તોલ અને 4 કારતુસ સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

સાબરકાંઠા એસઓજી પીઆઈ પી.એલ.વાઘેલા અને તેમની ટીમે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરાતા પ્રતાપગઢ સાબલી ગામના મહાકાળી મંદિર પાસે રહેતા કાળા લાખા ભરવાડ પાસે દેશી બનાવટની પિસ્તોલ હોવાની બાતમી મળતા પોલીસે બાતમી આધારિત પતરા વાળા મકાનને કોર્ડન કરી ત્રાટકતા ઘરમાંથી એક દેશી બનાવટની પિસ્તોલ સાથે 4 કારતુસ મળી આવતા પોલીસે કાળા ભરવાડને ઝડપી પાડી 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!