34 C
Ahmedabad
Friday, April 19, 2024

અમદાવાદમાં શરુ થયો ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરુઆત


અમદાવાદમાં હળવો વરસાદ વહેલી સવારથી જ પડી રહ્યો હતો ત્યારે હળવા વરસાદ બાદ અત્યારે ધોધમાર વરસાદ શરુ થઈ ચૂક્યો છે. થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ અમદાવાદમાં જોવા મળી રહી છે. અત્યારે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં અમદાવાદમાં અત્યારે શ્યામલ, શિવરંજની, જોધરપુર, પકવાન, નેહરુનગર, પાલડી, નિકોલ, નરોડા સહીતના મોટાભાગના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પામી ફરી વળ્યા છે.

Advertisement

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કેચપીટો પહેલાથી જ ખોલીને રાખી દેવામાં આવી છે. જેથી કરીને પાણી ઓસરી શકે પરંતુ ગત 10 તારીખે પડેલા વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી. કોર્પોરેશને 7 કરોડ રુપિયા કેચપિંટ, ડ્રેનેજ સાફ સફાઈને લઈને ફાળવ્યા હોવા છતાં પણ કેચપીટમાં કચરો ભરાઈ જવાની સમસ્યા જોવા મળતા પાણી બે દિવસ બાદ પણ ઓસરી શક્યા નહોતા. છેવટે 75 પંપ પાણી માટેના મૂકવામાં આવ્યા હતા.

Advertisement

જો વધુ વરસાદ અમદાવાદમાં પડે છે તો મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે છે. જો કે, અમદાવાદમાં હવામાન નિષ્ણાતો 3 ઈંચ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!