32 C
Ahmedabad
Friday, April 19, 2024

પંચમહાલ : શહેરના મહેલાણ ગામે ખેડૂતની કોઠાસૂઝથી બાઈકના ઉપયોગથી ખેત ઓજાર બનાવ્યું


મેરા ગુજરાત, પંચમહાલ

Advertisement

શહેરા તાલુકામાં સાર્વત્રિક વરસાદ થવાથી ખેડુતો ખેતીકામમાં જોડાયા છે.મોંઘવારીની અસર જોવા મળી રહી છે,તાલુકાના મહેલાણ ગામના ખેડુતે ખેતીમા થતો વધારાનો ખર્ચ બચાવવા માટે પોતાના પાસે રહેલી બાઈકનો જુગાડ કરીને ખેતીકામમા ઉપયોગમાં લીઘી છે. પોતાની પાસે બળદ ન હોવાથી રહેલી બાઈકને નાના હળ સાથે જોડીને ખેતીકામમાં ઉપયોગ કર્યો છે.ઓછા ખર્ચામાં જમીનમાં નિદામણ સહીતની કામગીરી થઈ જવાની સાથે સાથે સમયનો પણ બચાવ થાય છે.

Advertisement

સાંભળો ખેડૂતે કેમ બનાવ્યું આ ઓજાર..

Advertisement

પંચમહાલ જીલ્લામાં તમામ તાલુકાઓમાં મેઘમહેર થવા પામી છે. શહેરા તાલુકામાં પણ વરસાદ થવા પામ્યો છે.ખેડુતો ખેતીકામમાં જોતરાયા છે.તાલુકાના મહેલાણ ગામના ખેડુત સાલમભાઈ નાયક ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે.તેમની પાસે ખેતીકામમા ઉપયોગમાં બળદ નથી.આથી તેમને ખેતીમાં નિંદામણ સહિતની કામગીરી માટે અનોખી દેશી જુગાડ પધ્ધતિ શોધી નાખી છે.પોતાની પાસે રહેલી બાઈકની સાથે હળને જોડીને મકાઈ અને તુવેરના પાકમાં નિંદામણ કરીને સમય અને ખર્ચાની બચત પણ કરી છે. ખેડુત સાલમભાઈ જણાવે છે.કે હુ મકાઈ અને તુવેરના પાકોની ખેતી કરુ છુ.મારી પાસે બળદ નથી.આથી હુ ખેતીમાં મારી બાઈકનો ઉપયોગ કરુ છુ.બળદ હોય તો તેને સાચવવો પડે છે.હાલમા ઘાસનો પણ ભાવ વધ્યો હોવાથી પરવડતુ નથી.ખેડુત જો આ રીતે ખેતી કરે તો ફાયદો થતો હોય છે.બે વીઘા જમીનમાં કલાક જેટલા સમયમાં નિંદામણ થઈ જાય છે. જેથી સમય પણ બચે છે.આમ પોતાની કોઠાસુઝથી પાસે રહેલી બાઈકનો ઉપયોગ ખેતીકામમા કરી ખેડુત સાલમભાઈ નાયક તાલુકાના અન્ય ખેડુતો માટે પ્રેરણારુપ બન્યા છે.ગામના ખેડુતોએ સાલમભાઈના દેશી જુગાડ પધ્ધતિેને બિરદાવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!