33 C
Ahmedabad
Friday, March 29, 2024

મોડાસાની તત્વ ઈજનેરી કોલેજ ખાતે N.S.S. ના વિદ્યાર્થીઓ દ્વારા સીડ્ઝ બોલ બનાવાયા


હાલની પરિસ્થિતિને અનુલક્ષીને વધતા જતા પ્રદૂષણ અને વધતા જતા જમીનના ધોવાણ ને અટકાવવાના ઉમદા હેતુસર મોડાસા અને અરવલ્લી જિલ્લાની નામાંકીત શૈક્ષણિક સંસ્થા તત્વ ઈજનેરી કોલેજ ખાતે એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારના બીજ અને માટી વડે સીડ્ઝ બોલ એટલે કે બીજ ના દડા બનાવવામાં આવ્યા હતા. અલગ અલગ બીજમાં પપૈયા, જાંબુ, સીતાફળ અને જામફળના બીજના બોલ બનાવવામાં આવ્યા હતા. આ સીડ્ઝ બૉલ(બીજના દડા) ને વ્હીકલ પર આવતા-જતા રસ્તા ની આજુ બાજુ નાખી ને વૃક્ષો ને કુદરતી રીતે ઉછેરવાનોપ્રયાસ કરવામા આવશે.

Advertisement

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્યશ્રી ડૉ. કિરણ દરજી અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. પ્રતિક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આવા ઉમદા કાર્યને કેમ્પસ ડાયરેક્ટરશ્રી પ્રો. જયદત્તસિંહ પુવાર દ્વારા આવકારવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!