29 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : મેઘરજના વિવિધ વિસ્તારોમાં મેઘ તાંડવ, 4 ઇંચ વરસાદથી જળબંબાકાર


 

Advertisement

અરવલ્લી જિલ્લામાં હવામાન ની આગાહી ને પગેલ વહેલી સવારથી ભારે વરસાદ જામ્યો હતો જેમાં ખાસ કરીને સૌથી વધુ મેઘરજ તાલુકામાં 4 ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જેના પગલે ખેતરો તેમજ કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા તેમજ ખેતરોમાં પાણી ભરાતા નદીઓ જેવા ધ્રશ્યો સર્જાયા હતા. મેઘરજ ના જામગઢ, પંચાલ, કસાણા, ઉકરડી, ઇસરી, નવાગામ, રેલ્લાંવાડા, જીતપુર, પટેલછાપરા,ધોરાપાણા,કુણોલ,પાણીબાર,અંતોલી, સહીત અનેક ગામડામાં ભારે વરસાદ વરસ્યો હતો

Advertisement

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વહેલી સવારે વરસાદી માહોલ હતો જેમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા હતા. મેઘરજ ની વાત્રક નદી તેમજ રેલ્લાંવાડા પાસે આવેલ માજુમ નદી બે કાંઠે વહેવા લાગી હતી ઉપરાંત વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી પણ ભરાયા હતા.

Advertisement

મેઘરજ તાલુકામાં વધુ વરસાદ વરસતા કેટલાક વિસ્તારના કોઝવે પર પાણી ફરી વર્યા હતા.મેઘરજ થી ધોરાપાણા ગામ પાસે રસ્તા પર પાણી ફરી વરતા વાહન વ્યવહાર ખોટવાયો હતો અને વિધાર્થીઓ પણ રસ્તામાં અટવાયા હતા અને ધંધા અર્થ એ તેમજ શિક્ષકો રસ્તામાં અટાવાયા હતા એટેલું જ નહિ મુસાફરો ભરેલી બસ પણ રસ્તામાં અટવાઈ હતી.ઉપરાંત નવાગામ કંટાળું પાસે આવેલ કોજવે પર ત્રણ ફૂટ જેટલું પાણી વહેતુ થયું હતું જેમાં કોઝવે પરથી પાણી પસાર થતા પાણી સ્મશાન ગૃહમાં પણ ઘૂસી ગયું હતું વધુમાં કોજવે પાણીમાં ઘરકાવ થતા દસ થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. પટેલ છાપરા ગામ પાસે આવેલ ડીપ પણ પાણીમાં ઘરકાવ થતા વિધાર્થીઓ શાળામાં આવી શક્યા ન હતા. કસાણા ગામે પણ ડીપ પર પાણી ફરી વળતા મેઘરજ, વડથલી કસાણા સહીત પંદર જેટલા ગામનો સંપર્ક તૂટ્યો હતો આમ મેઘરજ તાલુકાના ધોધમારા વરસાદ વરસતા કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.કસાણા થી ઓઢા તરફ જતા માર્ગ પર ડીપ પર નો સીસી રોડ નું પુરણ ધોવાતા રોડ બેસવા લાગ્યો હતો અને ઇસરી પોલીસ દ્વારા તે વિસ્તારમાં ભારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો

Advertisement

Advertisement

મેઘરજ તાલુકામાં તેમજ ઉપરવાસ માં વરસેલા વરસાદ ને કારણે મેઘરજ ની વાત્રક નદી તેમજ રેલ્લાંવાડા ની માજુમ નદીમાં નવા નીરની આવક થઈ હતી નદી તેમજ તળાવો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મેઘરજ તાલુકામાં આવેલ વૈડી ડેમમાં પાણી ની ભરપૂર આવક થઇ હતી જેમાં ડેમની કુલ સપાટી 198 જેટલી છે અને હાલ ડેમ 196 જેટલી સપાટીએ ભરાયો છે અને 1 હજાર ક્યુસેક પાણી ની આવક હાલ ચાલુ છે તેમ વહીવટી તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું

Advertisement

મેઘરજ તાલુકાના વરસેલા વધુ વરસાદને કારણે મેઘરજ તાલુકાના TDO સહીત મામલતદાર તેમજ વહીવટી તંત્ર એ જેતે વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં જામગઢ પાસે આવેલ પીપરીયા તળાવ પર જઈ સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી અને વરસાદી માહોલ વિશે તંત્ર એ માહિતી મેળવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!