33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : ભિલોડા અને શામળાજી સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક મેધમહેર : નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ


ભિલોડા નજીક આવેલો સુનસર ધોધ જીવંત બન્યો, ધોધનો આહલાદક નજારા માટે હજુ પ્રવાસીઓએ રાહ જોવી પડશે

Advertisement

હાથમતી નદી,બુઠેલી નદી,ઈન્દ્રાસી નદી,મેશ્વો નદી સહિત વાંધા – કોતરોમાં વરસાદી પાણી વહેતું થયું

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં સાર્વત્રિક મેધમહેર દરમિયાન ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસતા ભિલોડા-ઈડર ધોરીમાર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા.ચોમાસાની સિઝન દરમિયાન રાજસ્થાન સહિત ઉપર વાસમાં ભારે વરસાદ વરસતા નદી અને નાળાઓ વહેતા થઈ ગયા છે.

Advertisement

હાથમતી નદી અને બુઠેલી નદી બે કાંઠે વહેતી થઈ હતી.એકંદરે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી.અણીના સમયે મેઘરાજાએ મેધમહેર કરતા મુરઝાતા ખેતીના વિવિધ પાકોને જીવતદાન મળ્યું છે.ખેડૂતોએ હાલના તબબકે હાશકારો અનુભવ્યો છે.
ભિલોડાના મેઈન બજાર વિસ્તારમાં આવેલ ખાડીયા ચોક,ગણપતી મંદિર પાસે વરસાદી પાણી ભરાતા વેપારીઓ સહિત ભાવિક ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

ભિલોડાના આનંદનગર, ત્રિભોવનનગર,ગોવિંદનગર વિસ્તાર,સહકારી જીન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.શામળાજી પાસે આવેલ વેણપુર,રંગપુર,કુંડોલ, કારછા,જાબચિતરીયા,મોટા કંથારીયા,લુસડીયા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શામળાજીમાં નેશનલ હાઈ – વે નંબર ~ 8 પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ભિલોડા અને શામળાજી વચ્ચે રૂદરેશ્રવર મહાદેવ મંદિર પાસે વરસાદી પાણી ફરી વળતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

Advertisement

ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા અબાલ,વૃધ્ધ સહિત પ્રજાજનો ત્રાહિમામ છે.ભિલોડાના ધનસોર ગામના તળાવની દિવાલમાં તિરાડ પડતા નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું હતું.ટોરડા ગામમાં બસ સ્ટેન્ડ પાસે દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું.સુનસરનો ધોધ જીવંત થયો હોય સહેલાણીઓ માટે આકર્ષક કેન્દ્ર બન્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!