33 C
Ahmedabad
Tuesday, April 23, 2024

Exclusive : ગંગા નદી જેવા દ્રશ્યો હાથમતી નદીમાં જોવા મળ્યા : પરવઠમાં નદી કિનારે અંતિમક્રિયામાં સળગતી ચિતા નદીના પૂરમાં તણાઈ, મૃતદેહ વહેણમાં


કોરોનાની મહામારીમાં ગંગા નદીમાં તરતા મૃતદેહોની ભયાનક તસ્વીરો સમાચાર માધ્યમ અને સોશ્યલ મીડિયામાં વહેતી થતા દેશમાં ભારે ખળભળાટ મચ્યો હતો ત્યારે હાથમતી નદીમાં એક સળગતી હાલતમાં ચિતા પાણીમાં વહેતી થતા ભારે ચકચાર મચી હતી સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પરવઠ ગામમાં એક વૃદ્ધનું મોત થતા હાથમતી નદીના કિનારે સામાજીક રીતરિવાજ મુજબ અંતિમવિધીમાં મૃતદેહને અગ્નિસંસ્કાર અપાયાની ગણતરીની મિનિટોમાં હાથમતી નદીમાં પૂર આવતા સળગતી ચિતા પાણીના વહેણમાં તણાતા પરિવારજનો અને સગા-સબંધીઓ પણ આવક બન્યા હતા પૂરના પગલે અંતિમવિધિ સંપન્ન થઇ શકી ન હતી કેટલાક સ્થાનિક લોકોએ પુલ પરથી વહેતી ચિંતાનો વિડીયો ઉતાર્યો હતો.

Advertisement

જુઓ વીડિયો

પ્રાપ્ત માહિતી અનુસાર પરવઠ ગામના નિવૃત આચાર્ય નાનજી ભાઈ સાજાભાઇ ડામોરનું મૃત્યુ થતા સામાજિક રીત રિવાજ મુજબ મંગળવારે સવારના સુમારે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામની સીમમાંથી પસાર થતી હાથમતી નદીના કિનારે અંતિમસંસ્કાર કર્યા હતા વૃદ્ધની ચિતા સળગતી હતી ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં પુર આવતા અડધો મૃતદેહ અગ્નિ સાથે જ પાણીમાં વહી ગયો હતો સમગ્ર ઘટનાના પગલે પરિવારજનો અને અંતિમવિધિમાં જોડાયેલ લોકો લાચારી વશ સ્વજનના મૃતદેહને પાણીમાં વહેતો જોવા મજબુર બન્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!