32 C
Ahmedabad
Friday, April 19, 2024

મોડાસાના માઝૂમ જળાશયમાં 22 હજાર ક્યુસેક પાણીની આવક, ઉપરવાસમાં સાંબેલાધાર


અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને પગલ નદી-નાળાં છલકાઈ રહ્યા છે ત્યારે જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે. મોડાસાના માઝૂમ જળાશયમાં એકસાથે 22 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા સપાટી 153.50 મીટર પર પહોંચી ગઇ છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની ભારે આવેક નોંધાતા આસપાસના વિસ્તારોમાં જળસ્ત્રોત ઉપર આવી શકે છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી વરસાદની રાહ જોવામાં આવતી હતી જોકે મેઘરજાએ રીસામણાં કર્યા હોય તેવું લાગતું હતું જોકે હવે મેઘરાજાની ધમાકેદાર પધરામણીથી છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીની આવક નોંધાઇ રહી છે. મોડાસા તાલુકાના વોલ્વા નજીક આવેલા માઝૂમ જળાશયમાં પણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. માઝૂમ જળાશયમાં 22 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા, સપાટી 153.5 મીટર પહોંચી છે. ચોવીસ કલાક પહેલા માઝૂમ જળાશયની સપાટી 151.83 મીટર હતી પરંતુ 1 મીટર 86 સેન્ટીમીટર પાણીની આવક નોંધાતા સપાટી 153.5 મીટર પર પહોંચી છે.

Advertisement

માઝૂમ જળાશયમાં પાણીની આવક ઉપરવાસમાં વરસાદને પગલે થતી હોય છે ત્યારે રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે મોડાસાના માઝૂમ જળાશયમાં પાણીની આવક નોંધાતા સપાટી 153.5 મીટર પર પહોંચી ગઇ છે. માઝૂમ જળાશયની કુલ સપાટી 157.10 મીટર છે ત્યારે હજુ માઝૂમ જળાશય 3.50 મીટર ખાલી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!