35 C
Ahmedabad
Saturday, April 20, 2024

મેઘરજ તાલુકાના પીપળીયા ગામે તળાવ ફાટવાની વાત ફકત અફવા, મામલતદારે ઘટનાસ્થળની મુલાકાત કરી


અરવલ્લી જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં મેઘરજ અને ભિલોડા પંથકમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે આ વચ્ચે મેઘરજ પંથકમાં તળાવ ફાટવાની ઘટના વહેતી થઇ હતી, જો કે આ ઘટના અફવા સાહિત થઇ હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પીપળીયા ગામે તળાવ ફળ્યું હોવાની વાત વિવિધ સમાચાર માધ્યમો દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર કરી જાત તપાસ.મેઘરજ મામલતદાર સહિત તાલુકા કક્ષાની ટીમે પીપળીયા ખાતે તળાવની જાણ મુલાકાત કરી. હાલ આ તળાવ સહી સલામત છે. અહી કોઈ પણ પ્રકારની દુઘટર્ના સર્જાય તેવી પરિસ્થિતિ નથી તેવું જાણવા મળ્યું

Advertisement

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો અને મીડિયાને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારની અફવા ફેલાવવી નહીં. જિલ્લાની જનતાને ધ્યાન દોરવામાં આવે છે કે આ પ્રકારની અફવામાં ભોળવાવું નહીં. ખોટી અરાજકતા ન ફેલાય તે આપણી સૌની જવાબદારી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, મેઘરજ પંથકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે આ વચ્ચે તળાવ ફાટવાની ઘટનાને લઇને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જોકે તળાવ ફાટવાની ઘટના અફવા સાહિત થઇ હોવાનું તાલુકા વહીવટી તંત્રએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!