38 C
Ahmedabad
Friday, April 19, 2024

Jio, Airtel અને Vi 5G માટે કરી રહ્યાં છે તૈયારી, પરંતુ BSNL હજુ પણ 4G પર અટવાયું છે, શું કોઈ મોટી ગેમની તૈયારીમાં છે કંપની?


Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea આ વર્ષે 5G નેટવર્ક સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ, BSNL હજુ સુધી 4G સેવા પણ શરૂ કરી શકી નથી. આ કારણે આ ટેલિકોમ ઓપરેટર સસ્તા પ્લાન હોવા છતાં સબસ્ક્રાઈબર્સની બાબતમાં ઘણું પાછળ રહી ગયું છે.

Advertisement

પાછલા અહેવાલ મુજબ BSNLની 4G સેવા આ વર્ષે 15 ઓગસ્ટે શરૂ થઈ શકે છે. કંપનીએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી છે. 5G સ્પેક્ટ્રમની હરાજી આ મહિને જ થવા જઈ રહી છે. આમાં માત્ર પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જ ભાગ લઈ રહી છે.

Advertisement

એટલે કે BSNL હજુ 5G માટે તૈયારી કરી રહ્યું નથી. તે અત્યારે ફક્ત 4G કનેક્ટિવિટી આપવા પર જ કામ કરશે. એક અહેવાલ અનુસાર BSNL શરૂઆતમાં TCS સાથે મળીને 4G કનેક્ટિવિટી શરૂ કરશે જ્યાં આવક વધુ હશે. જો કે 4જી- ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

Advertisement

BSNL હાલ કોઈ હરાજીમાં ભાગ નહીં લે, તે હરાજીમાં એક નિશ્ચિત કિંમત આપશે જેથી જ્યારે પણ તે મિડ-બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને 5G સેવા શરૂ કરવા માંગે, ત્યારે તે કરી શકે.

Advertisement

એવું નથી કે કંપની 5G સ્પેક્ટ્રમ લેવા માટે સખત મહેનત કરી રહી નથી. BSNL એ માંગણી કરી છે કે ગ્લોબલાઈઝ્ડ પ્રથા અનુસાર તેને સ્પેક્ટ્રમ પણ મળવું જોઈએ જેથી ડિવાઇસ સંબંધિત ઈકો- સિસ્ટમ જળવાઈ રહે.

Advertisement

તમને જણાવી દઈએ કે 5G માટે સમગ્ર વિશ્વમાં ટેલિકોમ ઓપરેટરો દ્વારા માત્ર મિડ-બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. BSNL એ પણ આ બેન્ડ જાહેર કરવું જોઈએ જેથી કંપની માટે 5G સેવાને પછીથી શરૂ કરવી મોંઘી અને મુશ્કેલ ન બને.

Advertisement

BSNLની મોટી ગેમ
પરંતુ હાલ માટે કંપની ફક્ત 4G સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારી રહી છે. એક અહેવાલ જણાવે છે કે BSNL 4G સેવા શરૂ કરશે પરંતુ બિલ્ટ-ઇન 5G કેપેસિટી સાથે. જો આવું થાય છે, તો કંપની સૌથી પહેલા મોટા પાયે 4G સેવા શરૂ કરશે. ત્યાર બાદ ટાવર્સને એક સરળ સોફ્ટવેર અપડેટ દ્વારા 5G પર સ્વિચ કરી શકાય છે. આનો અર્થ એ છે કે 4G સેવા સંપૂર્ણપણે શરૂ થયા પછી, કંપની DoT પાસેથી રિઝર્વ સ્પેક્ટ્રમ લઈને 5G સેવા પર સ્વિચ કરી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!