39 C
Ahmedabad
Wednesday, April 24, 2024

ગુજરાત ATS ને મોટી સફળતા : ત્રણ રાજ્યમાં 35 જેટલા ગુનાના આરોપી રાજસ્થાનના ગેંગસ્ટર અરવિંદ બીકાને ઝડપ્યો


ગુજરાતમાં લૂંટ કે ધાડ જેવી ઘટનાઓ ડામવામાં પોલિસ તેમજ એટીએસ સહિતની એજન્સીઓ સતર્ક બની છે. સુરક્ષા એજન્સીઓને કારણે આવી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા મોટી સફળતા મળી રહી છે.

Advertisement

અમદાવાદ શહેરમાં મોટી લૂંટ કે ધાડની ધટના બનતા અટકી છે કારણ કે ગુજરાત ATS એ દેશમાં ગુજરાત, રાજસ્થાન અને કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા, લૂંટ, ધાડ અને ખંડણી સહિત અનેક ગુનાઓમાં સામેલ રાજસ્થાનના ગેંગસ્ટરની ધરપકડ કરી. આરોપી કોઈ મોટા પ્લાન સાથે અમદાવાદમાં આવ્યો હોય તેમ તેની પાસેથી બે પીસ્ટલ અને એક તમંચો પણ મળી આવ્યો છે. ગુજરાત ATS દ્વારા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસીંધ બિકાને ઝડપી લેવાયો છે. તેની સામે એટલા ગુના નોંધાયા છે કે દેશની અનેક એજન્સીઓ તેની શોધ ઘણાં સમયથી કરી રહી હતી. ગુજરાત ATSની ટીમે બાતમીના આધારે બાપુનગરનાં હીરાવાડી વિસ્તારમાંથી આ ગેંગસ્ટરને ઝડપી લીધો છે. ગેંગસ્ટર અરવિંદસિંઘ બીકા અમદાવાદ કે ગુજરાતમાં કોઈ મોટું ગુનાહિત કામ કરે તે પહેલા જ ગુજરાત ATSની ટીમે તેને ઘૂંટણિયે પાડી દીધો છે.આ ગેંગસ્ટર સામે દેશમાં અલગ અલગ રાજ્યોમાં ૩૫ થી વધુ ગુનાઓ નોંધાયા છે.જેમાં મુખ્યત્વે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી અને સાથે જ જેલ તોડીને અથવા તો પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જવું. નો સમાવેશ થાય છે. સાથે જ પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા ગુનાઓમાં સામેલ છે. ગુજરાત ATS ની ટીમે આ ગેંગસ્ટરને ઝડપ્યો ત્યારે તેણે પોતાની કમરમાં સંતાડેલી એક પીસ્ટલ મળી આવી હતી, જેમાં 5 કારતૂસ લોડ કરેલા હતા.જેથી પોલીસે તેનાં બેગને ચેક કરતા તેમાંથી બે પિસ્ટલ, એક દેશી તમંચો મળી આવ્યા હતા. ATS એ અરવિંદસિંઘ બિકા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!