મેરા ગુજરાત, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના ગોલી ગામના યુવાન પારસકુમાર ચૌહાણે તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવીને સમગ્ર જીલ્લાનું નામ રોશન કર્યુ છે.ગોલ્ડમેડલ મેળવતા મિત્રવર્તુળ અને સ્નેહીજનો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.પારસ ખેડુતપુત્ર છે.પોતે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.પારસ ચૌહાણને નાનપણથી બચપણ પ્રત્યે લગાવ છે.પારસે ચૌહાણે ખેલમહાકુંભમા ભાગ લઈને શરુઆત કરી હતી.સાથે રાજ્યકક્ષા અને નેશનલ કક્ષાએ નામના મેળવી છે.તેમા પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. બોક્સિંગની તાલીમ કોચ તોફીક અહેમદ અને મુસા રઈસ તેમજ ધીરજ મલ્હોત્રા પાસે મેળવી રહ્યા છે.દિલ્હી, હરિયાણા,મુંબઈ જેવા શહેરોમાં પણ યોજાયેલી સ્પર્ધામાં પણ ભાગ લીધો છે.પારસને સર્ટિફેકીટ અને પ્રમાણપત્ર મેળવ્યા છે.પારસ રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ યોજાતી સ્પર્ધામાં ભાગ લીધો છે.પણ પારસથી ઈચ્છા વિદેશોમાં થતી સ્પર્ધાઓમાં ભાગ લેવાની છે.