28 C
Ahmedabad
Friday, March 29, 2024

મોડાસાની શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી નો રજતજયંતી મહોત્સવ ઉજવાયો


શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. મોડાસાનો રજત જયંતિ મહોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મહોત્સવના અધ્યક્ષ ઈસ્માઈલભાઈ જી. દાદુ (સીઈબી અને સ્થાપક ચેરમેન), પ્રેરક અને શ્રેયસ માર્ગદર્શક પંકજભાઈ બુટાલા (ચેરમેન કટલરી કરિયાણા સહકારી મંડળી) ઉદ્ઘાટક તરીકે ડો. નવીનભાઈ આર શેઠ ( કુલપતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી), સ્મરણિકા વિમોચક તરીકે યોગેશભાઈ પરીખ (ઉપપ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ), તથા તેમના ધર્મપત્ની પ્રેરણાબેન પરીખ, અતિથિ વિશેષ તરીકે કનુભાઈ આર પટેલ (પ્રમુખ અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ), નવીનચંદ્ર આર મોદી (પ્રમુખ મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ), પ્રભુદાસ પી પટેલ (અધ્યક્ષ અરવલ્લી જિલ્લા સહકારી સંઘ), જીગીશભાઈ મહેતા (પ્રમુખ સાર્વજનિક હોસ્પિટલ), દિપકભાઈ આર શાહ (ચેરમેન મોડાસા નાગરિક સહકારી બેંક), કિરીટભાઈ કે. શાહ (પ્રમુખ કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન) નવીનભાઈ વિ. શાહ વાઈસ ચેરમેન, રમણભાઈ પ્રજાપતિ મેનેજિંગ ડિરેક્ટર તેમજ મંડળીના સૌ ડિરેક્ટર ની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મુકવામાં આવ્યો અને સાથે સાથે રજત જયંતિ સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું. તેમજ ડો. નવીનભાઈ આર શેઠ શિક્ષણવિદ ની પરિચય પુસ્તિકા નું પણ વિમોચન કરવામાં આવ્યું અને તેમનું વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. યોગાનુંયોગ આ પ્રસંગે પધારેલ સ્મરણિકા વિમોચક યોગેશભાઈ પરીખ ના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી. અને મોડાસાના વૈષ્ણવ સમાજના પ્રતિનિધિઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંડળીના સૌ ડિરેક્ટરઓનું મોમેન્ટો, શાલ અને બુકે થી સન્માન કરવામાં આવ્યું સાથે સાથે મંડળીના ભૂતપૂર્વ ડિરેક્ટરઓનું પણ મોમેન્ટો, શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત એસોસિયેશનના પૂર્વ પ્રમુખઓનું પણ બુકે, શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું. સોવેનીયર ના કન્વીનર જગદીશભાઈ ભાવસારનું પણ શાલ બુકે અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું.

Advertisement

રજત જયંતિ મહોત્સવ પ્રસંગે મંડળીના મેનેજર નરેશભાઈ શાહ, કેશીયર દિલીપભાઈ પ્રજાપતિ, ક્લાર્ક હસમુખભાઈ પ્રજાપતિ, તથા મિનેશસિંહ સોલંકીનું બુકે, શાલ, મોમેન્ટો થી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે પ્રાર્થના રજુ કરનાર ટીમનું પણ મોમેન્ટો અને શાલથી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંચસ્થ મહેમાનો દ્વારા તેમના વક્તવ્યમાં મંડળીની કાર્ય પ્રણાલી, પ્રગતિ ની સરાહના કરવામાં આવી હતી અને શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકુન્દ શાહ અને ઉષાબેન રાઠોડે કર્યું હતું. કાર્યક્રમનું આભાર દર્શન મેનેજિંગ ડિરેક્ટર રમણભાઈ પ્રજાપતિએ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!