34 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી :CM ભુપેન્દ્ર પટેલને જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ પત્ર લખી વરસાદી આફતમાં ભોગ બનેલ લોકોને સહાય ચૂકવવા માંગ


અરવલ્લી જીલ્લામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસાદ ખાબક્યો હતો ભિલોડા, મેઘરજ અને શામળાજી પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો અને લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા ખેતરો તળાવમાં ફેરવતા ખેતીને ભારે નુકશાન પહોંચતા અને શામળાજીમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થતા ઘરવખરી અને માલસામાન પણ પલળી જતા દયનિય હાલત બની છે જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ મુખ્યમંત્રીને પત્ર લખી અસરગ્રસ્ત લોકોને કેશડોલ સહાય ચૂકવવા માંગ કરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું હતું કે શામળાજી પંથમાં મંગળવારે વહેલી સવારે બે કલાક માં બે ઇંચ વરસાદ પડતાં ડુંગરનું પાણી શામળાજીના બજારમાં ઘસી આવતા બસસ્ટેશન થી મંદિર જવાનો રસ્તો નદીમાં ફેરવાઇગયો હતો.નાના- મોટા દુકાનદારો ગરીબ પરિવારોના ઘરોમાં પાણી ગરકાવ થતાં જાન માલ ઘરવખરી અનાજ સહિતપલડી ગયું હતું સાથે મેઘરજના તરકવાડા તથા રેલ્લાવાડા પંથક્માંપણ નદી – નાળા છલકાવાથી ઊભાપાક બિયારણ તથા ખેતરનું ધોવાણ થયું હતું . તો તાત્કાલિન વહીવટીતંત્ર દ્વારા સર્વે કરવી અસરગ્રસ્તો ને ( કેસડોલ ) સહાય ચૂકવવા માગણી કરી હતી.

Advertisement

સાંભળો શું કહ્યું, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ

Advertisement

શામળાજી અન્નક્ષેત્રથી હનુમાનજી મંદિર સુધી પ્રોટેકશન દિવાલ બનાવવામાં આવે તો પાણીની સમસ્યા હલ થઈ સકે તેમ છે માટે યુદ્ધના ધોરણે પ્રોટેકશન દિવાલ બનાવવાની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!