28 C
Ahmedabad
Saturday, April 20, 2024

Vegetables prise hike : ભર ચોમાસે શાકભાજીની અછત..!! સાબરકાંઠામાં ભાવ આસમાને પહોંચ્યા


સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવે લોકોને રડાવ્યા..!!
ભારે વરસાદના કારણે શાકભાજીની અછત ઊભી થતા તમામ શાકભાજી થયા મોંઘા

Advertisement

હિંમતનગર શાકમાર્કેટમાં આજરોજ શાકભાજીના ભાવ એકાએક વધતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારી નો ભાર દિવસે દિવસે વધતો જાય છે તેમ લાગી રહ્યું છે. તો છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાકને નુકસાન થયા હોવાથી ખેડૂતો દ્વારા શાકમાર્કેટમાં શાકભાજી નો વેચાણ ન કરી શકતા હોવાથી માર્કેટમાં શાકભાજીના અછત ઊભી થતાં ભાવ અચાનક જ વધી ગયા છે. જેમાં દરેક શાકભાજીનો ભાવ ₹100 કિલો થી ઉપરના ભાવે વેચાણ થઈ રહ્યું છે જેને લઈને ગૃહિણીઓ માં મૂંઝવણ ઊભી થઈ છે.

Advertisement

કુદરતી આફત તેમજ આ પ્રકારની ની આફતોની અસર હાલ જન જીવન પર થઈ રહી છે. જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયા છે.

Advertisement

આમ તો તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે હવે શાકભાજી પણ મોઁઘી થતા લોકો નુ બજેટ ખોરવાયુ છે અને હજુ પણ થોડા દિવસો સુઘી ભાવ વધારો આમ લોકોને સહન કરવો પડે તેમાં નવાઈ નહિ.

Advertisement

ભાવ પ્રતિ એક કિલો
કંકોડા- 150 થી 200
ગવાર- 100 થી 120
વાલોડ- 100 થી 120
ચોળી- 100 થી 120
પાપડી- 100 થી 120
વટાણા- 100 થી 160
ફણસી- 100 થી 120
ભીંડા- 100 થી 120
ફુલાવર- 80 થી 110
ધાણા- 100 થી 140
કોબિજ- 70 થી 80
ટામેટા- 50 થી 60
દુધી- 40 થી 50
રીંગણ- 30 થી 40

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!