બેંક ઓફ બરાડાની 115મી વર્ષગાંઠની ઉજવણી મોડાસા શાખા ખાતે કરવામાં આવી હતી. આઝાદી પહેલા જેની સ્થાપના થઈ હતી એવી બેંકની 115 મી વર્ષગાંઠની ઉજવણી મોડાસા મોડાસા શાખા ખાતે કરવામાં આવી હતી. સાત દાયકાથી શૈક્ષણિક સેવા પૂરી પાડતી વી. એસ. શાહ પ્રા.શાળાના બાળકો ની હાજરીમાં કરવામાં આવી, જેમાં Bank of Baroda ના શાખા પ્રબંધક અભિષેક દ્વારા શાળા પરિવારની 2500 રૂપિયાનો ચેક મંડળના પ્રમુખને નિલેશ જોશી ને અર્પણ કરવામાં આવ્યો હતો શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી બેંકના કર્મચારી દીપાબેન દ્વારા બાળકોને બેંકમાં થતી પ્રવૃત્તિઓ વિશે સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરસ્વતી બાલ મંદિર મંડળના આગેવાન નિલેશ જોષી, કનુભાઈ ખાંટ, રમણભાઈ સુતરીયા, રાજુ પટેલ, શિક્ષકો, બાળકો તેમજ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકો હાજર રહ્યા હતા.