31 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : LCB પોલીસે ફિલ્મી ઢબે 3.21 લાખનો વિદેશી દારૂ ભરી ભરેલી કારનો પીછો કરતા બુટલેગરો રોડ પર કાર મૂકી જંગલમાં ફરાર


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ રહે છે જીલ્લા બુટલેગરોની ખેપને નિષ્ફળ બનાવવા બાતમીદારો સક્રિય કરી સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે બાજકોટ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી હતી કારમાંથી 3.21 લાખના વિદેશી દારૂ સહીત 8.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અંધારામાં જંગલમાં ફરાર બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે જીલ્લા સેવાસદન નજીક પેટ્રોલિંગ હાથધરતા શામળાજી તરફથી વિદેશી દારૂ ભરેલી આઈ-20 કાર આવતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરતા કાર ચાલક બુટલેગર નાકાબંધી તોડી કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરો બાજકોટ નજીક કાર મૂકી જંગલમાં ગાયબ થઇ ગયા હતા.

Advertisement

Advertisement

એલસીબી પોલીસે કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની 2142 બોટલ રૂ.3.21 લાખ અને કાર મળી 8.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અરવલ્લી જિલ્લામાં વર્ષો દહાડે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે, જોકે સવાલ એ થાય છે કે, આંતરરાજ્ય સરહદો પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે તો દારૂની ગાડીઓ કેવી રીતે પ્રવેશ કરી દે છે..?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!