30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ધમધમતા દારૂના અડ્ડાઓ, મહિલાઓ બની રણચંડી


લ્યો બોલો બુટલેગરો કહે છે હપ્તા આપીને દારૂના અડ્ડા ચલાવીએ છીએ. બુટલેગરોની બેફામ દાદાગીરી

Advertisement

ખેડબ્રહ્માના ઇન્દિરાનગરની મહિલાઓ બની દુર્ગા, પોતાના વિસ્તારમાં ચાલતા 5 થી 6 દેશી તથા વિદેશી દારૂના ચાલતા અડ્ડા બંધ કરાવવા મામલતદાર અને નાયબ કલેકટરને આપી લેખિત અરજીઓ. 15 દિવસ પહેલા ખેડબ્રહ્મા પી.એસ.આઇ.ને આપેલ અરજી બાબતે કોઈ જ કાર્યવાહી નહી કરતાં કરેલ રજૂઆત.

Advertisement

ખેડબ્રહ્માના ઇન્દિરાનગર વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે જેના લીધે આ વિસ્તારના લોકો સહિત મહિલાઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જે ચાલતા અડ્ડાઓ બંધ કરાવવા આ વિસ્તારની ૧૦૦ થી ૧૫૦ મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરતાં એક્ત્ર થઈ મામલતદાર અને નાયબ કલેકટર કચેરીએ આવી મામલતદાર અને નાયબ કલેકટરને લેખિત અરજી આપી તેમના વિસ્તારમાં ચાલતા તમામ અડ્ડાઓ સદંતર બંધ કરાવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે આ બાબતે અમોએ આ અગાઉ પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ ને લેખીત અરજી આપી હતી પરંતુ તેમના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા અમારે આપને અરજીઓ આપવાની ફરજ પડેલ છે. દારૂના અડ્ડાઓ રાતદિવસ ધમધમી રહ્યા છે, અમારા બાળકો અનાથ બની રહ્યા છે અમારા આદમીઓ અમોને.મારઝૂડ કરી રહ્યા છે અને નાની ઉંમરમાં અમારી બહેનો વિધવા બની રહી છે. આ સિવાય અહી બાજુમાં કોલેજ તથા સ્કૂલ આવેલ હોવાથી તેની સીધી અસર બાળકો પર પડી રહી છે. સ્થાનિક પોલીસ કોઈજ પગલાં લેતી નથી અને ઉપરથી અમોને બૂટલેગરો દ્વારા મારવાની ધમકીઓ મળી રહી છે. તેઓ કહે છે કે અમો પોલીસને હપ્તા આપીએ છીએ અને તે હપ્તા ઉપર સુધી મોકલાય છે જેથી પોલીસ અમારું કશું બગાડી શકે તેમ નથી.

Advertisement

સાંભળો મહિલાઓનું દર્દ, શું કહ્યું…

આ અંગે કોઈ જ પગલાં લેવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ધરણા કરવાની, આંદોલન કરવાની તથા આત્મહત્યા કરવા મજબૂર બનીશું. અમારા આદમીઓ મરી ગયા છે અમને કોઈ મજૂરી આપતા નથી, અમારા બાળકોને શું ખવડાવીએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!