33 C
Ahmedabad
Thursday, March 28, 2024

પંચમહાલમાં વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા મંત્રી રાઘવજી પટેલ


પંચમહાલ જિલ્લામા ગત દિવસોમા ભારે વરસાદ નોંધાયો હતો જેમાં જિલ્લાના ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા તાલુકામા ભારે વરસાદ નોધાયો હતો. જેના કારણે થયેલ નુકશાનના જાત નિરીક્ષણ માટે રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અતિવૃષ્ટીગ્રસ્ત ડુમા ગામની મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીએ ડુમા ગામની મુલાકાત લઈને ભારે વરસાદથી થયેલ નુકસાન બાબતે અસરગ્રસ્તો સાથે સંવાદ સાધી સરકાર તરફથી મળતી સહાય બાબતે સબંધિત અધીકારીગણોને સર્વે કરાવી જરૂરી સહાય આપવા જણાવ્યું હતુ.
આ પ્રસંગે મંત્રીએ ડુમા ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતુ કે તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારમાં થયેલ નુકસાન બાબતે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મુલાકાત લેવા આવ્યો છું. જેમા અત્રે થયેલ નુકસાન બાબતે સરકાર તરફથી તમામ પ્રકારની સહાય ચુકવવામા આવશે. વધુમા તેમણે કહ્યુ કે ખેતીવાડી નુકસાન, જમીન ધોવાણ, જાનમાલને નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, મકાન પડી જવું વગેરે બાબતોમા સરકાર તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.

Advertisement

મંત્રી જણાવ્યું કે સરકાર આ વિસ્તારમાં સતત સક્રિય થઈ બચાવ અને રાહતની કામગીરી સમયસર કરવામાં આવી છે. તેમણે વહીવટી તંત્રએ સર્તકતા દાખવી મુશ્કેલીના સમયે આ વિસ્તારમા કરેલ ત્વરિત કામગીરીની સરાહના કરી હતી.આ મુલાકાત સમયે મંત્રીએ ડુમા ગામના ખેડુત શારદાબેન નાયકના ખેતરની મુલાકાત લઈને જમીન ધોવાણ બાબતે સ્થળ નિરીક્ષણ કરી સબંધીત અધીકારીઓને જરુરી સલાહ સુચનો સાથે માર્ગદર્શિત કર્યા હતા.મંત્રીની મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, પ્રાંત અધીકારી, પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના સંબધિત અધિકારીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!