34 C
Ahmedabad
Friday, April 19, 2024

‘રેવડી પર રાજકારણ’ : કેજરીવાલે કહ્યું, “મફતમાં આપેલી રેવડી ભગવાનનો પ્રસાદ કહેવાય”


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. હાલ રેવડી નામનો શબ્દ ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. પ્રધાનમંત્રીએ રેવડી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક છે. ત્યારે આ શબ્દ પર હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને અરવિંદ કેજરીવાલે રેવડી શબ્દ પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, મફતની રેવડે તે ભગવાનનો પ્રસાદ છે.

Advertisement

ગુજરાતની મુલાકાતે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જનતમાં નિ:શુલ્ક રેવડી આપવી એટલે સારી હોસ્પિટલ બનાવવું, શાળાઓ બનાવવી, મફત શિક્ષણ અને મફત સારવાર કરવી અને લોકોને મફતમાં વીજળી આપવી. પણ જે લોકો તેમના મિત્રોને મફતમાં રેવડી આપે છે તે પાપ છે.

Advertisement

સાંભળો શું કહ્યું અરવિંદ કેજરીવાલે

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં મફતમાં પૂરી પડાતી સુવિધાઓના રાજકારણ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ ‘રેવડી કલ્ચર’ દેશના વિકાસ માટે ખૂબ જ ઘાતક છે. આ રેવડી કલ્ચરવાળા ક્યારેય તમારા માટે એક્સપ્રેસ વે નહીં બનાવે, નવા એરપોર્ટ અથવા ડિફેન્સ કોરીડોર નહીં બનાવે. તેમને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડીઓ વહેંચીને ખરીદી લેવાશે. આપણે તેમના આ વિચારોને હરાવવાના છે. ત્યારબાદ રેવડી મુદ્દે ગરમાવો આવી ગયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!