29 C
Ahmedabad
Friday, April 19, 2024

ખાનગી હોસ્પિટલમાં આવતીકાલે સારવાર કરાવવા જતા નહીં : અરવલ્લી સહીત ગુજરાતના 40 હજારથી વધુ તબીબો હડતાળ પર


ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા આઈ.સી.યૂ ના ફાયર એન.ઓ.સી. ના સરકારના નવા નિયમોને લઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે આવતીકાલે સમગ્ર રાજ્યમાં ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ કરી વિરોધ નોંધાવશે અરવલ્લી જીલ્લામાં આવેલી તમામ ખાનગી હોસ્પિટલના તબીબો એક દિવસ માટે હોસ્પિટલોમાં જોડાઈ એક દિવસ માટે હોસ્પિટલોમાં તમામ પ્રકારની સારવાર બંધ રહેશે. રાજ્યમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે. જોકે ટ્રસ્ટના સંચાલન હેઠળ ની હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી રહેશે.

Advertisement

મોડાસા શહેર અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાત અને આજુબાજુના વિસ્તારો અને રાજસ્થાનમાં આરોગ્ય લક્ષી સેવાઓ માટે જાણીતું છે મોડાસાની ખાનગી હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા પહોંચતા હોય છે ત્યારે ખાનગી હોસ્પિટલના તબીબોએ એક દિવસીય હડતાળ પર ઉતરવના હોવાથી દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડશે ખાનગી તબીબોએ શુક્રવારે હડતાલ પર હોવાનું સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જેથી દર્દીઓને ધરમનો ધક્કો ન પડે જો કે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર પર કોઈ અસર નહીં થાય.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!