38 C
Ahmedabad
Wednesday, April 24, 2024

સી.આઈ.સેલ ક્રાઇમે કુખ્યાત બુટલેગર ચિરાગ પંચોલીને રાજસ્થાનના ઉદેપુર હોસ્પિટલમાં 24 કલાક વોચ ગોઠવી દબોચ્યો,પિતાની ખબર કાઢવા પહોંચ્યો


સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના સીઆઈસેલે ગુજસીટોકના ગુન્હાના કુખ્યાત રાજસ્થાનના બુટલેગર ચિરાગ પંચોલીને ઉદેપુરની ખાનગી હોસ્પિટલ નજીકથી રાત્રીના સુમારે ઝડપી લેતા બુટલેગર ચિરાગ પંચોલીના મોતિયા મરી ગયા હતા ચિરાગ પંચોલી લિસ્ટેડ માથાભારે બુટલેગર અને પોલીસને થાપ આપવામાં માહિર ચિરાગ પંચોલીએ પોલીસ પકડમાંથી છૂટવા ભારે હવાતિયાં માર્યા હતા સીઆઈસેલે ચિરાગ પંચોલી ને ભિલોડા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

સીઆઈસેલના પીએસઆઈ સંજય શર્માને ગુજસીટોક ગુન્હાનો આરોપી કુખ્યાત બુટલેગર ચિરાગ પ્રકાશચંદ્ર પંચોલી તેના બીમાર પીતાની ખબર કાઢવા માટે ઉદેપુરની પારસ હોસ્પિટલમાં આવવાનો હોવાની બાતમી મળતા તાબડતોડ તેમની ટીમ સાથે ઉદેપુરમાં પારસ હોસ્પિટલની આજુબાજુ વોચ ગોઠવી દીધી હતી સતત 24 કલાક સુધી વોચમાં રહેલી પોલીસે ગુરવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પહોંચતાની સાથે વોચમાં રહેલ પોલીસે કોર્ડન કરી ઝડપી લીધો હતો કુખ્યાત બુટલેગર ચિરાગ પંચોલીને ડિટેઇન કરી ભિલોડા પોલીસને સુપ્રત કર્યો હતો.

Advertisement

અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કુખ્યાત બુટલેગર ચિરાગ પંચોલીને નિકટતા સબંધો હોવાની અને તેમની મીલીભગત થી લાઈન મારફતે દારૂ ઠલવાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે રાજસ્થાનના ખેરવાડામાં રહેતો નામચીન બુટલેગર ચિરાગ પંચોલી સામે અનેક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હા નોંધાયેલ છે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં ચિરાંગ પંચોલી પાવરધો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!