33 C
Ahmedabad
Tuesday, April 23, 2024

સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાવતું મોડાસા હંગામી બસ સ્ટેશન, મુસાફરો અને કર્મીઓ મચ્છરજન્ય રોગચાળામાં સપડાવાની ભીતિ


મોડાસાના હંગામી બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા ગંદકી
મુસાફરો અને કર્મીઓ મચ્છરજન્ય રોગચાળામાં સપડાવાની ભીતિ

Advertisement

બસ સ્ટેન્ડના પાછળના પ્રવેશદ્વારે ચંદ્ર જેટલા મોટા વરસાદી પાણી થી ભરેલ ખાડામાંથી પસાર થવા મજબુર મુસાફરો

Advertisement

અસહય ગંદકી અને દુષિત પાણીથી મુસાફરો ચામડીના રોગનો શિકાર બને તો નવા નહીં…!!

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા શહેરમાં જુના એસટી બસ ડેપોની જગ્યાએ અત્યાધુનિક બસ પોર્ટની ભેટ આપી છે એસટી બસ સ્ટેન્ડ હંગામી ધોરણે સહકારી જીનના મેદાનમાં ખસેડવામાં આવ્યું છે હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની સાથે ઠેર ઠેર ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અસહ્ય ગંદકી જોવા મળી રહે છે તંત્રના જવાબદાર અધિકારીઓ મુસાફરો અને કર્મચારીઓને પડતી હાલાકી સામે દુર્લક્ષ સેવી રહેતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે જીલ્લા આરોગ્ય તંત્ર મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દોડી રહી છે બીજીબાજુ નાક નીચે મચ્છરો ઉત્પત્તિ કરતા દ્રશ્યોથી લોકના જીવ જોખમમાં મુકાયા છે આરોગ્ય તંત્ર દવાનો છંટકાવ કરે તેવી લોકો માંગ પ્રબળ બની છે

Advertisement

Advertisement

મોડાસા હંગામી બસસ્ટેન્ડમાં કોઈ રણીધણી જ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા હજ્જારો મુસાફરો તોબા પોકારી ઉઠ્યા છે બસ સ્ટેન્ડમાં મુસાફરો અને કર્મચારીઓના માથે મચ્છરોના અસહ્ય ત્રાસ થી ડેન્ગ્યું, મેલેરિયા, ચિકનગુનિયા સહીત અનેક રોગચાળામાં સપડાવાનો ભય મંડરાઈ રહ્યો.

Advertisement

મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની સાથે પડેલા ખાડાઓ થી મુસાફરો તોબા પોકારી ઉઠ્યા છે મુસાફરો દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પડેલા ખાડાઓ પૂરવાની માંગ સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!