ફાયર એન.ઓ.સી.,આઈ.સી.યુ. માટેના નિયમો સહિત સરકારના અલગ-અલગ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. (ગુજરાત) દ્વારા આ એક દિવસની હડતાળ પાડી છે જેમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના તબીબો જોડાયા હતા અને 800 જેટલી ખાનગી હોસ્પિટલ્સ માં ઇમર્જન્સી સારવાર અને ઓપીડી સારવાર બંધ રાખી હતી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તખઘલી નિર્ણ્યનો વિરોધ નોંધાવી યોગ્ય ન્યાયની માંગ કરી હતી
આ સમગ્ર મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ દિવ્યાંગ પટેલે જણાવ્યું હતું કે સાત દિવસની અંદર જે આઇસીયુનો સેટઅપ છે તે ગ્રાઉન્ડ પર શિફ્ટ કરવો બિલકુલ શક્ય જ નથી ખાનગી સિવાય સરકારી હોસ્પિટલ્સ માં પણ ગ્રાઉન્ડ ફ્લોર પર શક્ય જ નથી છતાં પણ સરકાર દ્વારા તજજ્ઞોની ટીમ બનાવે જેમાં સરકારી ડોક્ટરો અને ખાનગી ડોકટરોની ટીમ બનાવી સમિતીની રચના કરી યોગ્ય નિર્ણય લેવા મા આવે તેવી રજૂઆતો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતુ.
સાંભળો શું કહેવું છે, તબોબીનું..
સરકારના અન્ય આદાશોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેના કારણે તબીબોએ આજે એક દિવસીય હળતાલ યોજી હતી જોકે આ હળતાલ ને પગલે દર્દીઓને ઇમરજન્સી કેસમા સરકારી દવાખાને અથવા ટ્રસ્ટના દવાખાનામાં સારવાર લેવી પડી હતી