35 C
Ahmedabad
Thursday, April 25, 2024

ઘરોમાં પાણી ભરાયા, લાહોરમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ રિપોર્ટ


લાહોરઃ પાકિસ્તાનના લાહોરમાં એટલો વરસાદ પડી રહ્યો છે કે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ધ ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના લાહોરમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. શહેરમાં સૌથી વધુ 238 મીમી વરસાદ નોંધાયો છે, જેણે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

Advertisement

પાકિસ્તાનના તાજપુરા 238 મીમી, લાહોર એરપોર્ટ (219 મીમી), મુગલપુરા એસડીઓ ઓફિસ (174 મીમી), ચોક નખુદા (159 મીમી) અને અન્ય સહિત, ઘણા વિસ્તારોમાં 150 મીમીથી વધુ વરસાદ થયો છે. આ સાથે ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Advertisement

ધ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઇસ્લામપુરા વિસ્તારમાં એક મકાનની છત તૂટી પડતાં બે લોકો ઘાયલ થયા છે. મોટાભાગના વિસ્તારોમાં કલાકો સુધી વિજળી ન હોવાથી અને પાણી વિના પરિસ્થિતિ વધુ વણસી રહી છે. વેબસાઈટના અહેવાલ મુજબ, અનેક રસ્તાઓ અને ગલીઓ તળાવોમાં ફેરવાઈ ગઈ છે.

Advertisement

શહેરની જનરલ હોસ્પિટલની નર્સિંગ હોસ્ટેલ અને બ્લડ બેંકમાં પણ વરસાદી પાણી જમા થઈ ગયા છે જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે. ગાયનેકોલોજી બ્લોક અને ઓપરેશન થિયેટરની છત વરસાદી પાણીથી ઉડવા લાગી હતી.

Advertisement

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે, જ્યારે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!