32 C
Ahmedabad
Monday, June 5, 2023

સાડા પાંચ લાખની પંચ-મેગ્નાઈટ ટક્કરવાળી કાર, દરેક ખૂણાથી જુઓ નવી સિટ્રોન C3ની ખાસિયત


Citroenની આ નવી SUVની પરવળે તેવી કિંમત તેને ભારતીય બજાર માટે આકર્ષક બનાવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત Citroen C3 એક્સ-શોરૂમ કિંમત માત્ર 5.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટોપ એન્ડ વેરિઅન્ટની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 8.05 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કન્ડિશનમાં તે ટાટા પંચ, નિસાન મેગ્નાઈટ અને કિયા સોનેટ જેવી કારને ટક્કર આપતી જોવા મળી રહી છે.

Advertisement

ભારતીય બજારમાં આ ફ્રેન્ચ કંપનીની પહેલી કાર લક્ઝરી SUV C5 Aircross હતી. નવી Citroen C3 એ ભારતીય બજારમાં Citroenની બીજી ઓફર છે. શાનદાર ફીચર્સથી સજ્જ આ કારને કંપનીએ બે વેરિએન્ટમાં લોન્ચ કરી છે. પહેલું છે ‘લાઇવ’ અને બીજું ‘ફીલ’ વેરિઅન્ટ. આ SUVમાં કંપનીના કસ્ટમરને કસ્ટમાઇઝેશન માટે 56 ઓપ્શન આપવામાં આવ્યા છે.

Advertisement

કંપનીએ નવી કારને કસ્ટમર માટે 10 બેસ્ટ કલર્સમાં લોન્ચ કરી છે. એક અહેવાલ અનુસાર Citroen C3 ભારતમાં લોકલ માર્કેટને ધ્યાને રાખીને કંપનીએ આ કારને ડિઝાઈન કરી છે. આ સાથે કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ કારમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના પાર્ટ્સ માત્ર લોકલ છે. જે અહીં ભારતમાં જ તેનું નિર્માણ થયું છે.

Advertisement

નવી SUVમાં સિગ્નેચર ગ્રિલ સાથે સ્પ્લિટ હેડલેમ્પ, LED DRL છે. આમાં કસ્ટમર મલ્ટી-સ્પોક એલોય વ્હીલ્સ, આગળ અને પાછળના ભાગમાં સ્કિડ પ્લેટ્સ પણ મેળવી શકે છે. આ કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180mm છે, જ્યારે 315 લિટરની બૂટસ્પેસ છે.

Advertisement

એન્જિન વિશે વાત કરીએ તો Citroen C3માં 1.2L થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 81hp પાવર અને 115Nm ટોર્ક જનરેટ કરવામાં કેપેબલ છે. કસ્ટમર આ કારમાં ટર્બોચાર્જ્ડ એન્જિન પણ પસંદ કરી શકે છે. ટર્બોચાર્જ્ડ એન્જિન 109hp પાવર અને 190NM ટોર્ક જનરેટ કરે છે. બંને વેરિઅન્ટમાં કંપનીએ 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો ઓપ્શન આપ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!