32 C
Ahmedabad
Friday, April 19, 2024

IMPACT : મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં આરોગ્ય તંત્રએ દવાનો છંટકાવ કર્યો, એસટી તંત્રના અધિકારીઓ ખાડા ક્યારે પૂરશે…!!!


મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા હજ્જારો મુસાફરો તોબા પોકારી ઉઠ્યા છે બસ સ્ટેન્ડમાં મુસાફરો અને કર્મચારીઓના માથે મચ્છરોના અસહ્ય ત્રાસ થી ડેન્ગ્યું, મેલેરિયા, ચિકનગુનિયા સહીત અનેક રોગચાળામાં સપડાવાનો ભય મંડરાઈ રહ્યો હોવાના અહેવાલ મેરા ગુજરાતમાં પ્રસિદ્ધ થતા આરોગ્ય તંત્રએ તાબડતોડ બસ સ્ટેન્ડમાં સર્વે હાથધરી મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થળો પર દવાનો છંટકાવ કરવાની સાથે ઓઇલ નાખવાની કામગીરી કરતા મુસાફરો અને કર્મચારીઓમાં આનંદ છવાયો હતો હજુ પણ એસટી તંત્રના અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં હોય ખાડા પુરાણ માટે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા મુસાફરોમાં ભારે આક્રોશ છવાયો છે.

Advertisement

Advertisement

મોડાસા હંગામી બસ સ્ટેન્ડમાં આરોગ્ય વિભાગે શનિવારે સર્વલન્સની કામગીરી હાથધરી મચ્છર ઉત્પત્તિ સ્થળોએ ઓઇલ નાખવાની સાથે દવાનો છંટકાવ કરતા મુસાફરોએ આરોગ્ય વિભાગની કામગીરીની સરહાના કરી હતી આરોગ્ય તંત્ર બસ સ્ટેન્ડમાં પડેલ ખાડાઓ અને ગંદકી અંગે એસટી તંત્રના અધિકારીઓને નોટિસ ફટકારી તંદ્રા અવસ્થામાં રહેલા અધિકારીઓની ઉંઘ ઉડાડે તેવી માંગ મુસાફરોમાં ઉઠી છે.

Advertisement

અરવલ્લી આરોગ્ય વિભાગે તો હંગામી બસ સ્ટેન્ડમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અને મચ્છરોના ઉપદ્રવને નાથવા દવાનો છંટકાવ કર્યો પરંતુ બસ સ્ટેન્ડમાં પડેલા ખાડાઓ અને અસહ્ય દુર્ગન્ધ મારતી ગંદકી ક્યારે દૂર થશે તે જોવું રહ્યું હાલ તો એસટી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!