33 C
Ahmedabad
Thursday, April 25, 2024

Exclusive : સોશ્યલ મીડિયાના ટપોરીઓનો અરવલ્લીની મહિલાઓ પર ડોળો,, ફસાઈ શકો છો હનીટ્રેપમાં, મહિલા તબીબ સપડાઈ હોવાની ચર્ચા


સોશ્યલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવક સાથે ફ્રેન્ડશિપ કરી અનેક યુવતીઓ છેલબટાઉ ગેંગ નો ભોગ બની ચુકી છે

Advertisement

સોશ્યલ મીડિયામાં ટપોરીઓ મોડલિંગ કરેલ ફોટા મૂકી યુવતીઓ સાથે મિત્રતા કરી ફોટા મંગાવી એડિટિંગ કરી ન્યૂડ ફોટા બનાવી બ્લેક મેઈલ કરી રહ્યા છે

Advertisement

સોશ્યલ મીડિયામાં હનીટ્રેપ, સાયબર ક્રાઇમનો ભોગ બનેલ લોકો પૈસા આપવાના બદલે તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવા Mera Gujarat ની અપીલ

Advertisement

સાયબર ક્રાઈમ ભોગ બનેલની ઓળખ ગુપ્ત રાખતી હોવાથી પૈસા પડાવતી સાયબર માફિયા ગેંગથી બચો

Advertisement

વિશ્વ વ્યાપી સોશ્યલ મીડિયાના જમાનામાં ઠગાઈ ના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે સોશ્યલ મીડિયાના માધ્યમથી કેટલાક લોકો ઘણા ખરા યૂઝરનો ડેટા ચોરી કરે છે તો કેટલાકની સાથે છેતરપિંડી પણ કરે છે. સોશ્યલ મીડિયા લોકો યુવતીઓના નામે એકાઉન્ટ બનાવી યુવાનોને પણ ઠગે છે અને ક્યારેક ક્યારેક તો યુવાનો માત્ર સારી યુવતીનો ફોટો જોઇને તેમની સાથે વાર્તાલાપ કરવા લાગે છે અને મોટી મુશ્કેલીમાં મૂકાઇ જાય છે

Advertisement

અરવલ્લી જીલ્લાની મહિલા તબીબ સોશ્યલ મીડિયાનો શિકાર બની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે હાલ આ મહિલા તબીબે સ્થાનિક પોલીસ કે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે આ અંગે કોઈ પણ પ્રકારની અરજી સ્થાનિક પોલીસ કે સાયબર પોલીસને મળી ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે મહિલા તબીબ હનીટ્રેપનો ભોગ બની છે કે પછી કોઈ લંપટ ટપોરીએ મહિલા તબીબ સાથે મિત્રતા કેળવી ફોટો અને વિડીયો મારફતે બ્લેક મેઈલ કરવાનો પ્રયત્ન થયો છે તે અંગે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી મહિલા તબીબ અને તેના સ્વજનોએ તેની અને પરિવારની આબરૂ ખરડાઈ નહીં તે માટે ચુપકીદી સાધી લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

Advertisement

સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓ અને મહિલાઓ પણ હનીટ્રેપનો ભોગ બની રહી છે આજકાલ હનીટ્રેપના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં લોકોને વિવિધ લાલચ આપીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે બાદમાં પૈસા ખંખેરી લેવામાં આવે છે. અનેક આવી કિસ્સાઓમાં બદનામીના ડરે લોકો ફરિયાદ પણ કરતા નથી.

Advertisement

સોશ્યલ મીડીયા ના ગંભીર બીમારી માં યુવતીઓ અને યુવાનો ફસાતા જણાઈ રહયા છે. જેથી તેઓ તેઓના સમગ્ર જીવન પર ખરાબ કે સારી અસર પાડી શકે છે યુવાનો આજે જાણી અજાણી વ્યકતિઓ સાથે ચેટીંગ કરતા હોય છે જેથી તેઓ મહા મુકેલીમાં ફસાઈ જતા હોય છે જેમાં ઘણા લોકો ખોટા એકાઉન્ટ બનાવીને પોતાની માયાજાળ માં ફસાવવા ના પ્રયત્નો કરતા હોય છે. જેનાથી તે યુવાનની જીંદગી પર પાણી ફરી વળતું હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!